૧૧ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમા બનાવતા બે ભાઇઓ - Sandesh
  • Home
  • Baroda
  • ૧૧ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમા બનાવતા બે ભાઇઓ

૧૧ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમા બનાવતા બે ભાઇઓ

 | 2:03 am IST

કાલોલ ગામે કાષ્ટની ર્મૂિત સ્થાપિત કરાઈ

માટી- વાંસ, ઘાસ દ્વારા બનાવાતી ર્મૂિત

। કાલોલ ।

કાલોલ તાલુકાના કાતોલ ગામના રાજપૂત સમાજના બે ભાઇઓ દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા છેલ્લા અગિયાર વર્ષથી બનાવી ગામના રાજપૂત ચોકમાં સ્થાપિત કરવામાં આવે છે.

કાતોલ ગામના રાજપૂત પરિવારના કોલેજમાં અભ્યાસ કરતા બે સગા ભાઇઓ દિવ્યરાજસિંહ પરમાર અને રવિરાજસિંહ પરમાર દ્વારા અભ્યાસની સાથે સાથે કોઇ પણ પ્રશિક્ષણ કે તાલીમ વિના માત્ર શ્રદ્ધાયુક્ત શોખથી સ્વપ્રેરણાથી છેલ્લા અગિયાર વર્ષથી ઘરે માટીની શ્રીજીની પ્રતિમા બનાવી ગામના રાજપૂત ચોક ખાતે સ્થાપના કરી નિત્ય પૂજા અર્ચના, આરતી કરવામાં આવે છે.

આ બને ભાઇઓ દ્વારા દર વર્ષે ખેતરની માટી લાવી ઘાસ તથા વાંસના લાકડામાંથી પાંચ ફૂટ ઉંચા ઇકો ફ્રેન્ડલી ગણપતિની ર્મૂિત બનાવે છે. તેમજ બન્ને ભાઇઓ દ્વારા શ્રીજીની નાની નાની માટીની પ્રતિમા બનાવી ગામમાં તથા અન્ય જગ્યાએ નિઃશુલ્ક આપી ઇકો ફ્રેન્ડલી ર્મૂિત સ્થાપિત કરવા માટે અનુરોધ પણ કરવામાં આવે છે.

;