૧૪ ગામના વિસ્થાપિત ખેડૂતોનું વળતર અંગે ઝાલોદ પ્રાંતને આવેદન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ૧૪ ગામના વિસ્થાપિત ખેડૂતોનું વળતર અંગે ઝાલોદ પ્રાંતને આવેદન

૧૪ ગામના વિસ્થાપિત ખેડૂતોનું વળતર અંગે ઝાલોદ પ્રાંતને આવેદન

 | 2:30 am IST

પ્રોજેક્ટ જ્યારથી શરૂ થયો ત્યારથીજ વિવાદ સર્જાયો છે!

દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઇવે પ્રોજેક્ટના મામલે રોષ

ા ઝાલોદ  ા

દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઇવે પ્રોજેક્ટ જ્યારથી શરૂ થયો ત્યારથીજ વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. બૂધવારે ફ્રી ઝાલોદ તાલુકાના ૧૪ ગામના ખેડૂતોએ જુદી-જુદી છ માંગોને લઈ ફ્રી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, સરકાર દ્વારા મનસ્વી રીતે મુંબઈથી  જે નેશનલ કોરીડોર હાઈવે નું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું  છે અને ઝાલોદ તાલુકાના ૧૪ ગામોમાંથી પસાર થતો નેશનલ  કોરિડોરનો ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો સખત વિરોધ કરે છે. નેશનલ કોરીડોર હાઈવે પસાર થતા રસ્તેથી ખેડૂતોની  માલિકીની જમીનો તેમજ મકાનો આવેલા હોય છે અને ગરીબ ખેડૂતો  ની જમીનોને પચાવી પાડવાનું કૌભાંડ કરી રહી છે. સાથે જ આ  સંદર્ભે સંલગ્ન અધિકારીઓ કચેરીઓ તેમજ ગાંધીનગર સુધી  ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ મામલે યોગ્ય  નિર્ણય ન કરાતા આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની  ચીમકી પણ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડૂતોએ આપી હતી.  ત્યારે આ મામલે વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં  કરવામાં આવે અને સરકાર દ્વારા જો બળજબરીપૂર્વક આ નેશનલ હાઈવે  શરૂ કરવાની કામગીરી કરશે તો જે કંઈ પણ ઘર્ષણ અથવાતો  અનિચ્છનીય બનાવ બનશેતો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની  અને સંલગ્ન તંત્રની રહેશે તેમ ઝાલોદ તાલુકાના ૧૪ ગામના  ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;