૧૮ મહિના પછી વિપ્રોની ઓફિસ આજથી શરૂ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ૧૮ મહિના પછી વિપ્રોની ઓફિસ આજથી શરૂ થશે

૧૮ મહિના પછી વિપ્રોની ઓફિસ આજથી શરૂ થશે

 | 4:48 am IST
  • Share

કોવિડ-૧૯ રોગચાળાના કારણે લગભગ ૧૮ મહિનાના વર્ક ફ્રોમ હોમ બાદ વિપ્રોમાં નેતૃત્વ સંભાળતા મુખ્ય કર્મચારીઓ સોમવારથી ઓફિસે આવવાની શરૃઆત કરશે તેમ વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ જણાવ્યું હતું. પ્રેમજીએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૧૮ મહિનાના લાંબા સમયગાળા બાદ વિપ્રોના ટોચના અધિકારીઓ કાલથી(સોમવારથી) સપ્તાહમાં બે વાર ઓફિસ પરત આવી રહ્યા છે. આ તમામને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે અને તમામ સુરક્ષિત અને સામાજિક રૃપથી ડિસ્ટન્સનું પાલન કરતાં કાર્યાલય આવવા માટે તૈયાર છે. પ્રેમજીએ કોવિડ-૧૯ સંબંધિત સુરક્ષા પ્રોટોકોલને લઇને એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં વિપ્રોના કાર્યાલયમાં ટેમ્પરેચરની ચકાસણી અને ક્યૂઆર કોડ સ્કેનની વ્યવસ્થા અંગે જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે પ્રેમજીએ ૭૫મી ર્વાિષક સાધારણ સભામાં જણાવ્યું હતું કે ભારતમાં તેમના લગભગ ૫૫ ટકા કર્મચારીઓને વેક્સિન ડોઝ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન