૨૦ ધન્વંતરી રથ થકી ઘરઆંગણે મળશે પ્રાથમિક આરોગ્ય સુવિધા - Sandesh
 • Home
 • Newspaper
 • ૨૦ ધન્વંતરી રથ થકી ઘરઆંગણે મળશે પ્રાથમિક આરોગ્ય સુવિધા

૨૦ ધન્વંતરી રથ થકી ઘરઆંગણે મળશે પ્રાથમિક આરોગ્ય સુવિધા

 | 3:00 am IST

 • બે આયુષ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે
  ા નવસારી ા
  નવસારી જિલ્લાના નાગરિકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઇ ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. બે આયુષ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ સાથે જિલ્લામાં ૨૦ જેટલા આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે.
  રાજ્ય સરકારની સૂચના અન્વયે નવસારી જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનનો ધન્વંતરી આરોગ્ય રથ તરીકે ઉપયોગ કરી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટીમો દ્વારા છેલ્લા અઠવાડિયામાં ૧૪૬૯ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જે પાકી ૦૪ લોકોને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાના ખાતે રિફર કરવામાં આવ્યા છે.
  આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરુષ આયુષ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતનાં સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઇમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;