૨૦ હજાર વિધવા-નિરાધારને ઘરબેઠા પેન્શન પહોંચાડાશે - Sandesh
  • Home
  • Jamnagar
  • ૨૦ હજાર વિધવા-નિરાધારને ઘરબેઠા પેન્શન પહોંચાડાશે

૨૦ હજાર વિધવા-નિરાધારને ઘરબેઠા પેન્શન પહોંચાડાશે

 | 2:54 am IST

  • પોસ્ટ અને બેંકો સાથે મળીને વ્યવસ્થા ગોઠવાશેઃકલેકટર
  • રાજકોટઃ રાજકોટ શહેર જિલ્લાના  ૨૦ હજાર વૃદ્ધ નિરાધાર અને વિધવાઓને ઘર બેઠા પેન્શન મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. હાલ બેંક ખાતામાં રૂપિયા જમા થાય છે અને તેને ઉપાડવામાટે વૃદ્ધ,નિરાધાર અને વિધવાઓને ઘર બહાર નિકળવું પડતું હોય છે પણ હાલ કોરોનાનો ખતરામા લોકડાઉન છે ત્યારે અમે ઘર બેઠા પેન્શનની રકમ મળી રહે તેવી વ્યવસ્થા વિચારી રહ્યા છીએ.
    કુલ ૨૦ હજાર આવા પેન્શન ધારક છે અને તેમના ખાતામાં નાણા પણ સરકારે જમા આપી દીધા છે. હવે આ રકમ ઉપાડવા તમામ બહાર નિકળે તો સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. આવા સંજોગોમાં અમે દરેકના સરનામાનું લિસ્ટ તૈયાર કરી બેંક અને પોસ્ટની મદદથી ઘરે ઘરે જઈ પેન્શન પહોંચાડવા માટે યોજના બનાવી રહ્યા છીએ. અમારા કર્મચારીને સાથે રાખીને પેન્શનની રકમ પહોંચતી કરાશે તેમ કલેકટરે વધુમાં જણાવ્યુંહતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન