૨,૬૨૮ છાત્રોએ ખાનગીને અલવિદા કરીને સરકારી શાળામાં પ્રવેશ લીધો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ૨,૬૨૮ છાત્રોએ ખાનગીને અલવિદા કરીને સરકારી શાળામાં પ્રવેશ લીધો

૨,૬૨૮ છાત્રોએ ખાનગીને અલવિદા કરીને સરકારી શાળામાં પ્રવેશ લીધો

 | 4:27 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

કોરોના મહામારીને લીધે લાંબા સમયસુધી ધંધા બંધ રહેતા અનેક વાલીઓ પાસે ખાનગી શાળામાં ફી ભરવાના રૃપિયા નહી હોવાને લીધે પોતાના સંતાનો ખાનગી શાળામાંથી એડમિશન રદ્દ કરીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ભાવનગર જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાંથી ૨,૬૨૮ છાત્રના સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન થયા હોવાનુ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર , કોરોના મહામારી બાદ અનેક લોકોના ધંધા – રોજગાર ચોપટ થઈ ગયા છે, લોકોની આવક ઘટી જવા પામી છે. બીજી તરફ્ મોંઘવારીએ માઝા મુકી છે . આ સ્થિતિમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારને બે છેડા ભેગા કરીને ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે , ત્યારે મધ્યવર્ગ પરિવારોએ શૈક્ષણિક ફ્ી ભરવા માટે પુરતા પૈસા નહિ હોવાને લીધે પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાંથી એડમિશન રદ્દ કરવાની સરકારી શાળાઓમાં એડમિશન લીધા છે. સૈાથી વધુ ભાવનગર તાલુકાના૮૯૭ છાત્રએ સરકારી શાળામાં એડમિશન લીધા છે . ભાવનગર જિલ્લાની ખાનગી શાળામાંથી સરકારી શાળામાં ૨,૬૨૮ છાત્રએ પ્રવેશ મેળવ્યા છે . આમ , સરકારી શાળામાં એડમિશન મેળવવાનો ક્રેઝ વધ્યો છે

આર્િથક ભીસને લીધે ખાનગી શાળા છોડવા વાલીઓ મજબુર

ખાનગી શાળામાંથી સરકારી શાળામા એડમિશન લેવાનુ કારણ મહામારી લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણા લોકોએ જીવ અને રોજગાર ગુમાવ્યો છે. આ સમયમા વાલીઓના મોટા વર્ગને ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોને ભણાવવા માટે આપવી પડતી ફી બોજારૃપ લાગવા માંડી હતી. જ્યારે સરકારી શાળાઓમાં ભણવા માટે કોઈ ફી ચુકવવી પડતી નથી. વાલીઓ ખાનગી શાળામાંથી એડમિશન રદ્દ કરવાનુ કારણ આર્િંથક તંગીને જ આપી રહ્યા છે.

ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનારા છાત્રોની સંખ્યા

તાલુકો        છાત્રની સંખ્યા

ઉમરાળા      ૩૩

ભાવનગર     ૮૯૭

ઘોઘા ૨૪

સિહોર        ૮૨

ગારિયાધાર   ૧૩૨

પાલિતાણા    ૪૪૮

તળાજા        ૩૨૪

મહુવા         ૬૦૯

જેસર          ૧૫

વલભીપુર     ૬૪

કુલ   ૨,૬૨૮

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;