૪૦થી ૮૦ ટકા સુધીના દિવ્યાંગોને કોઈ રાહત આપવામાં આવતી નથી - Sandesh
  • Home
  • Bhavnagar
  • ૪૦થી ૮૦ ટકા સુધીના દિવ્યાંગોને કોઈ રાહત આપવામાં આવતી નથી
 | 4:12 am IST

ા પાલિતાણા ા

ગુજરાતમાં માત્ર મ્ઁન્ પરિવારોના ૮૦ ટકા દિવ્યાંગોને પેન્શન પરંતુ ૪૦થી ૮૦ ટકા સુધીના દિવ્યાંગોને કોઈ રાહત આપવામાં આવતી નથી. આથી રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવે તેવી રજૂઆત પાલિતાણાના રચના ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલ છે.

રચના ફાઉન્ડેશનના પ્રમુખ પ્રકાશભાઈ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી મહામારી કોરોનાને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવાનો આદેશ થયેલ છે. આ સ્થિતિમાં દરેકને ઘરમાં રહેવા માટે આદેશ આપેલ છે. તેથી લોકોની રોજગારી તૂટી ગયેલ છે. ગુજરાતમાં ગરીબ પરિવારોમાં દિવ્યાંગજનો મોટી સંખ્યામાં છે. આ ગરીબ પરિવારોની રોજગારી તૂટતા મુશ્કેલીમાં મૂકાયેલ છે. ગુજરાતમાં માત્ર બી.પી.એલ. પરિવારોના ૮૦ ટકા ઉપરના દિવ્યાંગોને પેન્શન મળે છે. બાકીના ૪૦થી ૮૦ ટકા સુધીના દિવ્યાંગોને કોઈ રાહત મળતી નથી. આ પરિસ્થિતિમાં દિવ્યાંગો લાચારી અને ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવી સહાનુભૂતિથી દિવ્યાગોને અનાજની સહાય અને વ્યક્તિદીઠ માસિક રૃા. ૫૦૦૦ની આર્િથક રોકડ સહાય આપવી જોઈએ. જે આજના સમયની માગ છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દિવ્યાંગો માટે આર્િથક પેકેજ બનાવી દિવ્યાંગજનોને મદદ આપવી જોઈએ તેની માગ પણ તેમણે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન