૪૦ રત્નકલાકારનો પગાર ચૂકવ્યા વિના વરાછા માતાવાડીનો કારખાનેદાર ગાયબ - Sandesh
 • Home
 • Newspaper
 • ૪૦ રત્નકલાકારનો પગાર ચૂકવ્યા વિના વરાછા માતાવાડીનો કારખાનેદાર ગાયબ

૪૦ રત્નકલાકારનો પગાર ચૂકવ્યા વિના વરાછા માતાવાડીનો કારખાનેદાર ગાયબ

 | 3:00 am IST

 • રત્નકલાકારોના નાણાં પાંચ લાખ સલવાતા વરાછા પોલીસને રજૂઆત
 • મયૂર સવાણી નામનો કારખાનેદાર ફરાર થઈ જતાં કારીગરો અટવાયા
  ા સુરત ા
  મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેકટરીઓમાં તૈયાર હીરાનંુ ઉત્પાદન ઘટાડવામાં આવી રહ્યું છે. જ્યારે ઘણી ફેકટરીઓ દ્વારા રત્નકલાકારોની છટણી કરવામાં આવી રહી છે. દરમિયાન વરાછા વિસ્તારનો એક હીરા કારખાનેદાર રત્નકલાકારોના પગાર ચૂકવ્યા વિના રફુચક્કર થઇ ગયાની રજૂઆત વરાછા પોલીસમથકે કરવામાં આવી છે.
  જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ વરાછાના એક ડાયમંડ યુનિટના ૪૦ રત્નકલાકારોની છટણી મુદ્દે મંગળવારના રોજ સવારે વરાછા પોલીસમથકમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે યુનિયનના ભાવેશભાઇએ જણાવ્યું હતંુ કે, માતાવાડી વિસ્તારમાં મયૂર સવાણી નામક કારખાનેદાર દ્વારા ખાતુ ચલાવવામાં આવતંુ હતંુ. જેમના યુનિટમાં ૪૦ જેટલા રત્નકલાકારો કામ કરતા હતા. આ રત્નકલાકારોને અગાઉથી કોઇ જાણ કર્યા વિના તથા પગારની ચુકવણી કર્યા વિના કારખાનેદાર ગાયબ થઇ ગયા છે. કારખાનેદાર પાસે અંદાજે કુલ રૂપિયા ૫ લાખ જેટલી પગાર રકમ લેવાની થાય છે. રત્નકલાકારા સાથે ઠગાઇ થઇ હોય, રત્નકલાકારો દ્વારા વરાછા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે પણ કારખાનેદાર સામે પગલાં ભરવા માટે તૈયારી દર્શાવી છે. સામી દિવાળીએ કારખાનેદાર પલાયન થઈ જતાં કારીગરો અટવાઈ પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;