૪૭ મુસાફ્રો ભરેલી એસટી બસ ભડભડ સળગીઃ તમામનો બચાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ૪૭ મુસાફ્રો ભરેલી એસટી બસ ભડભડ સળગીઃ તમામનો બચાવ

૪૭ મુસાફ્રો ભરેલી એસટી બસ ભડભડ સળગીઃ તમામનો બચાવ

 | 4:03 am IST
  • Share

ઢસા-રાજકોટ હાઇવે પર ST બસમાં આગ લાગી : ૪૭ મુસાફરોનો બચાવ

ઢસા-રાજકોટ હાઈ-વે પર નવરંગ હોટલ નજીક મધ્યરાત્રિએ એસ.ટી. બસમાં અક્સ્માતે આલ લાગી હતી. જો કે, ડ્રાઈવર કન્ડકટરે સમય સૂચકતા વાપરી તમામ મુસાફ્રોને નીચે ઉતારી દેતાં મોટો અક્સ્માત થતાં બચ્યો હતો. જયારે, આગના કારણે બસ બળીને ખાક થઇ ગઈ હતી.

બનાવ અંગેની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના ધારી ડેપોની એસ.ટી. બસ નંબર જીજે.૧૮.ઝેડ.૭૦૯૯ ગત રાત્રિના બે કલાકના સુમારે અમરેલીથી ધારી તરફ જતી હતી. ત્યારે, ઢસાથી રાજકોટ હાઇવે રોડ પર ઢસા નજીક આવેલ સતાધાર મંદિર અને નવરંગ હોટલની વચ્ચે બસમાં અચાનક કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી.અને જોતજોતમાં બસમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે,બસમાં આગ લાગવાની શરૃઆત થઈ હતી.ત્યારે બસ ચાલક નાશીરભાઇ હબીબભાઇ મકવાણા અને ક્ન્ડકટર મનસુખભાઈ ભીખાભાઈ ચાવડાએ સમય સૂચકતા વાપરી હતી.અને તાત્કાલિક ધોરણે બસને હાઇ-વે રોડ પર સાઈડમાં ઉભી રાખી હતી.અને ગણતરીના સમયમાં બસમાં સવાર તમામ ૪૭ મુસાફ્રોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.જયારે,આ અંગેની જાણ થતાં બચાવ કામગીરીમાં નવરંગ હોટલના માલિક સહિતનો સ્ટાફ્ ધટના સ્થળે દોડી આવ્યો હતો. અને તમામ ૪૭ મુસાફ્રોને હેમખેમ નીચે ઉતારી દિધા હતા. જો કે, જોતજોતામાં બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. અને આગના કારણે બસને નુકશાન થયું હતું.જો કે, સદનસીબે બસમાં સવાર તમામ મુસાફ્રોનો આબાદ બચાવ થયો હતો.તો આ તરફ, બનાવની જાણ થતાં જ ઢસા પોલીસ સ્ટાફ્ તાત્કાલિક ધટના સ્થળે પહોંચ્યો હતો સાથે આ વાતની જાણ એસ.ટી.વિભાગના અધિકારીઓને થતાં ઉચ્ચ અધિકારીઓ, ડેપો મેનેજર સહિત એસ.ટી.કર્મચારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા.અને મુસાફરો માટે વૈકસ્પિક વ્યવસ્થા કરી હતી. જયારે, ડ્રાઈવર-કન્ડકટરની કામગીરીને બિરદાવી હતી. તો, બનાવ અંગે ઢસા પોલીસે ડ્રાઈવરની જાણવાજોગ ફરિયાદ લઈ તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન