૫ વર્ષમાં માત્ર૧૦ આરોગ્ય કેન્દ્ર - Sandesh
 • Home
 • Jamnagar
 • ૫ વર્ષમાં માત્ર૧૦ આરોગ્ય કેન્દ્ર

૫ વર્ષમાં માત્ર૧૦ આરોગ્ય કેન્દ્ર

 | 12:25 am IST

 • રાજકોટ જિલ્લામાં ‘એઇમ્સ’ની વાતો વચ્ચે આ છે સ્વાસ્થ્યતંત્રનું સરવૈયુ
 • એક્સ-રે : 13 CHC-54 PHC કાર્યરતઃ ૩૦ ટકા સ્ટાફની અછતથી સેવાઓ નબળી
 • રાજકોટ : રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓની ઉણપ વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં પુરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નહિ હોવાનું ચિત્ર ઉભું થયું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સુત્રોએ દાવો કર્યો હતો કે, ૫૦૦૦ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યકર છે.જેમાં પુરતા સ્ટાફની ઉણપ સતાવી રહી છે.
  રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ હસ્તક જિલ્લામાં ૧૩ સી.એચ.સી. અને ૫૪પી.એચ.સી. સેન્ટરો કાર્યરત છે. જેમાં સી.એચ.સી.માં મુખ્યત્વે વહિવટી કામગીરી વધારે થતી હોય છે જ્યારે પી.એચ.સી.માં તબીબી સેવાઓ માટે એમ.બી.બી.એસ. કે તેના સમકક્ષ તબીબની જગ્યાઓ અને નર્સિગ સ્ટાફ સેવામાં મુકાયેલો હોય છે. પી.એચ.સી.માં હાલ કરાર આધારીત તબીબોની નિયુક્તિઓ કરવામાં આવેલી છે. સી.એચ.સી.માં સિનિયર તબીબો નિયુક્ત કરાયા છે. સામાન્ય ઓપરેશન તેમજ ફેમીલી પ્લાનીગની કામગીરી આ સેન્ટરમાં કરવામાં આવે છે.
  જિલ્લામાં અગાઉ ૪૪ આરોગ્ય કેન્દ્ર હતા છેલ્લા પાંચ વર્ષમાં વધારાના ૧૦ પી.એચ.સી. સેન્ટર ખોલવામાં આવ્યાછે. પી.એચ.સી. અને તેની ઉપર તાલુકા મથકોએ આવેલા સી.એચ.સી. સેન્ટરોમાં કાયમ તબીબી અને સહાયક આરોગ્ય સ્ટાફની અછતની ફરિયાદો ઉઠેછે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ ટકા જેવો સ્ટાફ આ કક્ષાએ ઘટ ધરાવે છે. સરકારી નિયમો પ્રમાણે દર ૫૦૦૦ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામિણ વિસ્તારમાં હોવું જરૂરી છે. રાજકોટ જિલ્લાના ૫૯૨ ગામડાઓમાં વસ્તીના ધોરણે ૩૩૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલાયેલા છે. જેમાં પણ ૨૫ ટકા જેવી સ્ટાફની અછત છે. નર્સીગ સહાયકોને બે કરતા વધારે ગામોનો ચાર્જ ઘણી વખત રાખવો પડે છે.
 • જિલ્લાની આરોગ્ય સેવાઓ
  સેન્ટ્રલ હેલ્થ સેન્ટર ૧૩
  પબ્લિક હેલ્થ સેન્ટર ૫૩
  પ્રાઈમરી હેલ્થ સેન્ટર ૩૩૯

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન