૬.૨૬ લાખમાંથી ૫.૯૯ લાખ બાળકોનું રસીકરણ ઃ આરોગ્ય અને શિક્ષણ વિભાગે હાશકારો અનુભવ્યો - Sandesh
  • Home
  • Baroda
  • ૬.૨૬ લાખમાંથી ૫.૯૯ લાખ બાળકોનું રસીકરણ ઃ આરોગ્ય અને શિક્ષણ વિભાગે હાશકારો અનુભવ્યો

૬.૨૬ લાખમાંથી ૫.૯૯ લાખ બાળકોનું રસીકરણ ઃ આરોગ્ય અને શિક્ષણ વિભાગે હાશકારો અનુભવ્યો

 | 3:03 am IST

દાહોદ જિલ્લામાં ૮૯.૪૧% સ્ઇ રસીકરણ

રસીકરણ મામલે ગેરસમજને કારણે લઘુમતી શાળાઓમાં મુશ્કેલી નડતાં અભિયાન ફરીથી ચલાવવુ પડયું

ા દાહોદ ા

દાહોદ જિલ્લામાં તા.૨૩ જુલાઇથી સ્ઇનું રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે મોટે ભાગે લઘુમતી શાળાઓમાં રસીકરણ મામલે ગેરસમજને કારણે બાળકો રસી મુકાવતા ન હતા. જેને કારણે આરોગ્ય તંત્રએ ફરીથી જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારે હવે દોઢ મહિનામાં રસીકરણ ૮૯ % સુધી થઇ શક્યુ છે.

દાહોદ જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને મિઝલ્સ-રુબેલાની ઝુંબેશ અંતર્ગત ૬,૨૬,૩૦૩ બાળકોને રસીકરણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. બીજી તરફ જિલ્લાની ઘણી શાળાઓમાં બાળકો ઘણાં કારણોસર રસી મુકાવવા તૈયાર થતાં નથી અથવા વાલીઓ પણ ગેરસમજને કારણે બાળકોને રસી મુકાવતા નથી તેમજ રસીકરણના દિવસે શાળાએ પણ મોકલતા નથી. કેટલીક શાળાઓમાં તો એક પણ વિદ્યાર્થીએ રસી મુકાવતા ૦ લક્ષ્યાંક સિધ્ધ થયો હતો. ઘણી શાળાઓમાં અત્યંત નીચી ટકાવારી નોંધાઇ હતી.

આ રસીથી જિલ્લામાં એક પણ બાળકને આડ અસર થઇ નથી તેમ છતાં ગાડી પાટે ન ચઢતાં હવે સલંગ્ન વિભાગો વધારે સક્રિય થયા છે. રસીકરણને લગભગ દોઢ મહિનો પૂર્ણ થયો છે ત્યારે હવે કુલ ૬,૨૬,૩૦૩ બાળકો પૈકી તા.૧૧ સપ્ટેબ્મર સુધીમાં ૫,૫૯,૯૭૨ બાળકોનુ રસીકરણ કરી દેવાતાં હવે ટકાવારી ૮૯.૪૧ %એ પહોંચતા આરોગ્ય અને શિક્ષણ વિભાગે હાશકારો અનુભવ્યો છે. આગામી સમયમાં પણ રસીકરણ ચાલુ જ રાખવામાં આવશે અને ૧૦૦ % લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું છે.

પ્રખ્યાત શાળાઓમાં પણ નીચા રસીકરણથી આૃર્ય

દાહોદ શહેરની ઘણી પ્રખ્યાત પ્રાથમિક શાળાઓમાં પણ ઘણા ઓછા બાળકોએ રસીકરણ કરાવતા ટકાવાની નીચી હોવાથી આૃર્ય ફેલાયુ છે. કારણ કે સંપન્ન તેમજ મધ્યમ વર્ગના શિક્ષિત વાલીઓના બાળકો અહીં અભ્યાસ કરે છે તેમ છતાં આવુ પરિણામ આવતા ઘણાં પ્રશ્નાર્થાે સર્જાયા છે.

;