૭૩નો અંક મજબૂત મનોબળ પ્રદાન કરનાર હોય છે   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • ૭૩નો અંક મજબૂત મનોબળ પ્રદાન કરનાર હોય છે  

૭૩નો અંક મજબૂત મનોબળ પ્રદાન કરનાર હોય છે  

 | 1:33 am IST
  • Share

ડિજિટ સાયન્સ

ગત સપ્તાહમાં આપણે ડિજિટ શાસ્ત્રમાં ૬૪ના અંક વિશે વાત કરી હતી. તે અંક જો મોબાઇલ નંબરમાં હોય તો તેની અસર શું થાય, તેનાથી ભાગ્યને શું અસર થાય તે વિશે વાત કરી, આજે એ જ શૃંખલામાં આગળ વધીએ.

જો તમારા મોબાઇલ નંબરમાં છેલ્લે ૭૩ નંબર આવતો હોય તો

જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં ૭૩ નંબર આવતો હોય તેમને આ નંબર આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ અને વિચારો પ્રદાન કરે છે. ઘણીવાર એવું બનતું હોય કે માણસ પોતાના જ વિચારોમાં નબળો હોય. કોઇ વસ્તુ નક્કી કરવી હોય તો પણ તેને હજાર વિચાર આવ્યા કરે, અને તે કોઇ વાત નક્કી જ ન કરી શકે. પણ

મોબાઇલ નંબરના અંતમાં જો ૭૩ અંક આવતો હોય તો તેનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત બની જાય છે, અને તેના વિચારો પણ મજબૂત થઇ જાય છે. એમાંય વળી જો આ નંબરનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તો તમને તમારી અંદર ભરપૂર ઉત્સાહ અને આત્મવિશ્વાસનો અનુભવ થશે. આ જાતકોને તેમના નોકરીધંધા બાબતે પણ આ નંબર વસાવ્યા બાદ ઘણો લાભ થતો જણાશે. અલબત્ત, નંબર વસાવ્યા બાદ તમને કારણ વગર કોઇ ચિંતા સતાવ્યા કરે કે નકારાત્મકતાનો અનુભવ થયા કરે તો સમજવું કે નંબર તમારા માટે યોગ્ય નથી, તેથી વહેલામાં વહેલી તકે સમય કાઢીને તેને બદલી નાંખવો જોઈએ.

મોબાઇલ નંબરના અંતમાં ૮૨નો અંક હોય તો  

આ અંક માનસિક પીડા પ્રદાન કરનાર છે. આ જાતકો નાનીનાની વાતને મોટી બનાવીને જાતે જ તકલીફ અને દુખ વહોરી લે છે. તેમનો સ્વભાવ એવો બની જાય છે કે તેમણે ઊભી કરેલી પીડાથી જો કોઇ બીજા તકલીફ ન અનુભવે તો પણ તેઓ બેચેન બનીને વધારે આક્રમક બની જાય છે. આ જાતકોને ચંદ્ર અને શનિના સંયોગની અવળી અસર પણ ભોગવવી પડે છે. આ જાતકોને શનિકવચ સાથે ચાંદી ધરણ કરવાની, ભગવાન શિવની ઉપાસના કરવાની અને નંબર બદલી નાખવાની સલાહ આપવામાં આવે છે.

જો મોબાઇલ નંબરના અંતમાં ૯૧ અંક હોય તો  

મોબાઇલ નંબરના અંતમાં ૯૧નો અંક ધરાવના જાતકોએ પોતાના ક્રોધ ઉપર ખાસ નિયંત્રણ રાખવું

જોઇએ. તેમણે વિશેષરૂપે હનુમાનજીની ઉપાસના જેની કુંડળીમાં શનિ ગ્રહ એ સ્વામી ગ્રહ હોય તો તેમને માટે ૯૧નો અંક શુભ ગણાય છે.

-વશિષ્ઠજી મહારાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન