૭૪મો સંત નિરંકારી સંત સમાગમ વર્ચુઅલ રૂપમાં યોજવામાં આવશે - Sandesh
  • Home
  • Newspaper
  • ૭૪મો સંત નિરંકારી સંત સમાગમ વર્ચુઅલ રૂપમાં યોજવામાં આવશે

૭૪મો સંત નિરંકારી સંત સમાગમ વર્ચુઅલ રૂપમાં યોજવામાં આવશે

 | 3:13 am IST

 

૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બરના કાર્યક્રમ યોજાશે

વિશ્વભરથી વક્તા, ગીતકાર તેમજ કવિજન પ્રસ્તુતિ વ્યક્ત કરશે

ા દાહોદ ા

નિરંકારી સંત સમાગમ વિશ્વભરના પ્રભુ પ્રેમીઓ ના માટે ખુશીનો અવસર હોય છે જેમાં બધા પોતાની જાતિ, ધર્મ, વર્ણ, રંગ, ભાષા, વેશભૂષા અને ખાન પાન જેવી ભિન્નતાને ભુલાવી, આંતરિક પ્રેમ ની ભાવના ને ધારણ કરે છે.  

દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈએ જણાવ્યું કે ૭૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ આ વર્ષે વર્ચ્યુઅલ રૂપમા કરવામા આવી રહી છે. આ વર્ષેના સમાગમની તારીખો ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર નિર્ધારિત કરાઈ છે. આ વર્ષે મુખ્ય વિષય – વિશ્વાસ ભક્તિ, આનંદ પર આધારિત છે. જેમાં વિશ્વભરથી વક્તા, ગીતકાર તેમજ કવિજન પ્રસ્તુતિ વ્યક્ત કરશે. મિશન ના ઈતિહાસ મા આ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે કે જ્યાં વર્ચ્યુઅલ સમાગમ નું સીધો પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. સમાગમ ના ત્રણ દિવસ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજ પોતાના પાવન પ્રવચનો દ્વારા માનવમાત્ર ને આશીર્વાદ પ્રદાન કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;