૯૩ ર્વિષય જૈન સાધ્વીજીનો સંથારો  દિંગમ્બર જૈન મૃત્યુ મહોત્સવ ઉજવશે - Sandesh
  • Home
  • Baroda
  • ૯૩ ર્વિષય જૈન સાધ્વીજીનો સંથારો  દિંગમ્બર જૈન મૃત્યુ મહોત્સવ ઉજવશે

૯૩ ર્વિષય જૈન સાધ્વીજીનો સંથારો  દિંગમ્બર જૈન મૃત્યુ મહોત્સવ ઉજવશે

 | 2:30 am IST

ા વડોદરા ા

શ્રી આદિનાથ દિગમ્બર જૈન ચૈતાલય ખાતે દશલક્ષણા પર્યુષણ મહાપર્વના બીજા દિવસે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી ૯૩ વર્ષના સમૃધ્ધિમતિ માતાજીએ યમ સલ્લેખના(સંથારો)લીધી છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત દિગમ્બર જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વના બીજા જ દિવસે સમૃધ્ધિ માતાજી(૯૩)એ આજે સવારે યમ સલ્લેખના લેવાની ભાવના પ્રગટ કરી હતી. જેથી સમૃધ્ધિ માતાજીના દિક્ષાગુરુ આર્િયકારત્ન પૂ.શુભમતિ માતાજી(સસંઘ ૧૦ પિચ્છી)એ સમૃધ્ધિમતિ માતાજી યમ સલ્લેખના પ્રદાન કરી હતી. ૧૨મી ઓગસ્ટે વડોદરા ખાતે સુરતના સુકાવ્યમતિ માતાજી (૭૦), સુરતના સુદિવ્યમતિ માતાજી (૮૦), અમદાવાદના સુભવ્યમતિ માતાજી (૭૩) તેમજ વડોદરાના સમૃધ્ધિમતિ માતાજી(૯૩)ને દિક્ષા પ્રદાન કરાઇ હતી. આજે સવારે સમૃધ્ધિમતિ માતાજીને મોટી દિક્ષા પ્રદાન કરાઇ હતી. ત્યારબાદ સમૃધ્ધિમતિ માતાજીએ યમ સલ્લેખના માટે અનુમતિ માગતા શુભમતિ માતાજીએ અનુમોદન આપ્યું હતું.