૯૪ નબળા ચેકડેમોના નાણાં વ્યાજ સાથે વસૂલવા નોટિસ   - Sandesh
  • Home
  • Baroda
  • ૯૪ નબળા ચેકડેમોના નાણાં વ્યાજ સાથે વસૂલવા નોટિસ  

૯૪ નબળા ચેકડેમોના નાણાં વ્યાજ સાથે વસૂલવા નોટિસ  

 | 2:44 am IST

છોટાઉદેપુર જિલ્લાના ચેકડેમોના કામોમાં ગોટાળા!

ભ્રષ્ટાચાર અંગે ત્રીજી વખત એલસીબીની ટીમે તપાસ હાથ ધરી

ા બોડલી ા

છોટાઉદેપુર જિલ્લામાં સરદાર સહભાગી સિંચાઈ યોજનાના ૮૦ ટકા સરકારના અને ૨૦ ટકા એન.જી.ઓ.નો ફાળો સાથે લગભગ પાંચ વર્ષ સુધી ચાલેલી ચેકડેમ યોજનામાં કુલ ૫૬૨ ચેકડેમોની ૨૦૧૫માં તપાસ થઈ હતી. જેમાંથી ૧૩૧ નબળા ચેકડેમો અલગથી તારવવામાં આવ્યા હતા. આ નબળા ચેકડેમોમાંથી ૯૦ ચેકડેમો માટે અંશતઃ ચૂકવણા કરી દેવાયા હતા. ચેકડેમ દિઠ સરરેાશ અઢીથી ત્રણ લાખ રૃા. ચૂકવાયા હતા જેના ૧૨ ટકા વ્યાજ સહિત અંદાજે સાડા ત્રણ કરોડની રકમની વસુલા માટે ૯૦ પ્રાયોજકોને એપ્રિલ અને મે મહિનામાં બે વાર નાણા વસુલાતની નોટીસો પાઠવી દેવાઈ હતી. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ચેકડેમ યોજનામાં કરોડો રૃા.નો ભ્રષ્ટાચાર આચરાયો હોવાથી એસીબી સર્ચમાં તમામ ડોક્યુમેન્ટસ જપ્ત કરી આજે સતત ત્રીજી વખત એસીબીની ટીમે તપાસઊી હાથ ધરી હતી. રાજપીપળા એસીબીના પી.આઈ. બારોટ અને ટીમે ૧-૧૫ વાગ્યે આજે તપાસનો ધમધમાટ ફરી શરૃ કર્યો હતો.

સિંચાઈ યોજનાના ચેકડેમોનું દફનાયેલું ભૂત રહીરહીને ફરી ધુણવા લાગ્યું છે. ૨૦૧૫માં થયેલી આ ચેકડેમોની તપાસમાં કુલ છ અલગ અલગ ટીમોએ ત્રણ વર્ગમાં ડેમોનું વર્ગીકરણ કર્યુ હતુ. સંતોષકારક, મધ્યમ અને નબળા ચેકડેમોની યાદી અને માહીતી, તપાસની ફાઈલો સિંચાઈ કચેરીને મે ૨૦૧૫ માં જ સુપ્રત કરી દેવાઈ હતી.આ યાદીમાં નબળા ૯૦ ડેમોના અડધા ઉપરાંત નાણા ચૂકવી દેવાયા હતા.

કવાંટ તાલુકાના ૫૦, સંખેડા ૩૪ અને પાવી જેતપુરના ૬ ચેકડેમોના નાણા ચૂકવાયા હોવાથી ૨૦૧૫ ની તપાસણીને આધારે ૨૦૧૮ ના એપ્રિલ-મે મહિનામાં નબળા ચેકડેમોની રીકવરી કાઢવા પ્રાયોજકોને લેખિત નોટિસો પાઠવાઈ હતી.

જેમાં ૧૨ ટકા વ્યાજ સાથે નાણા ચૂકવવાનો ઉલ્લેખ કરતા આવા અંદાજે સાડા ત્રણ કરોડ રૃા.ની વસુલાત કરવાની થતી હોઈ પ્રાયોજકોને રજી. એડીથી તેની નોટિસો બજવી દેવાઈ છે.

નબળા ચેકડેમો માથે મારનાર પ્રાયોજકો વિરુદ્ધ કોઈ જ પ્રગટની કાર્યવાહી હાથ ધરાઈ  ન હતી. દરમ્યાન એસીબી કચેરીમાં ચેકડેમોના ભ્રષ્ટાચારની ફરિયાદ પહોંચતા અમદાવાદની વડી કચેરીથી તપાસનો ધમધમાટ તા.૭ સપ્ટેમ્બર-૨૦૧૮ ના રોજ થી શરૃ થયો હતો. આજે ત્રીજો દિવસ છે કે જ્યારે એસીબીનું સર્ચ અને તપાસ લાગલગાર અત્રે ચાલી રહેલ છે.

આ તપાસની શરૃઆત થતા સર્વ પ્રથમ સમાચાર સંદેશમાં તા.૮ ના રોજ પ્રસિદ્ધ કર્યો હતો. તપાસની સાથે તે જ દિવસે છોટાઉદેપુરની એસીબી કચેરીમાં એસીબી ફરિયાદ પણ એસીબી વડાએ નોંધાવી હતી. ત્યારે પછી સતત બોડેલીની સિંચાઈ કચેરી એસીબીના રડારમાં જ રહી છે.

કોંગ્રેસ અને ભાજપના આગેવાનોના બનાવેલા ચેકડેમો નબળા નીકળ્યા !

જે ચેકડેમોની તપાસણી થઇ રહી છે તેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો જ પ્રાયોજકો હતા. તેમના બનાવેલા ચેકડેમો ભંગાર હોવા છતાં જે તે વખતે તાલુકાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો દમ આપીને કચેરીમાંથી નાણાં પાસ કરાવવામાં આવ્યા હતા.

સતત ત્રીજા દિવસથી એસીબીએ બોડેલીમાં ધામા નાખ્યાં છે

તા.૭મીએ એસીબીએ સર્વ પ્રથમ સર્ચ હાથ ધર્યું ત્યારે અમદાવાદની ટીમ અને રાજપીપળા એસીબીની ટીમ તપાસમાં જોડાઇ હતી. ત્યાર પછી તા. ૧૦મીએ ફરી વખત પીઆઇ બારોટે તપાસ હાથ ધરી હતી. આજે ત્રીજીવાર એસીબીની ટીમે બોડેલી સિંચાઇ કચેરીએ તપાસ માટે ધામા નાંખતા ફફડાટ ફેલાયો હતો.

નબળા ચેકડેમોની તપાસ થઇ રહી છે

સિંચાઇ યોજના વિભાગ નં.૨ ની કચેરી થકી બનેલા ચેકડેમોની ૨૦૧૫માં થયેલી તપાસણીમાં નબળાની શ્રેણીમાં આવેલા ૧૩૧ ચેકડેમોની ફાઇલો તપાસાઇ રહી છે. આ અંગે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમ સિંચાઇ કચેરી, બોડેલી ખાતે રૃબરૃ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું.

– પી.ડી. બારોટ, એસીબી (પીઆઇ)

;