૯ મહિના ૧૩ દિવસમાં ૧૦ ખૂન, ૭૧ દુષ્કર્મ અને ૪૪૫ ચોરીઓ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ૯ મહિના ૧૩ દિવસમાં ૧૦ ખૂન, ૭૧ દુષ્કર્મ અને ૪૪૫ ચોરીઓ

૯ મહિના ૧૩ દિવસમાં ૧૦ ખૂન, ૭૧ દુષ્કર્મ અને ૪૪૫ ચોરીઓ

 | 3:00 am IST

સંસ્કારી નગરી વડોદરા રાજ્યનું ક્રાઈમ કૅપિટલ બન્યું..! ગુનેગારો બેખોફ

ા વડોદરા ા  

સંસ્કારી નગરીનો શીરપાવ ધરાવતુ વડોદરા શહેર રાજયનું ક્રાઈમ કેપીટલ બન્યુ છે. તા. ૧લી જાન્યુઆરીથી ઓકટોબર પ્રથમ સપ્તાહ સુધીમાં શહેરમાં હત્યાના ૧૦ બનાવ બન્યા છે. રેપની ૭૧ ફરીયાદો નોંધાઈ છે. ૪૪૫ ચોરીઓ થઈ છે. જયારે પોલીસ સબ સલામતની ગુલબાંગો પોકારી રહી છે. શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા હોવાની પણ લોકોમાં ભીતી છે. આર્થીક ગુનાઓનું પ્રમાણ પણ વધ્યુ છે.  

થોડાક મહિના પહેલાં શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રાજકોટના વેપારીની કારમાંથી રૂ. .૫૦ કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરીના કેસમાં પણ વડોદરા પોલીસ આરોપીઓ શોધી શકી નહોતી. અમદાવાદ પોલીસે આરોપીને શોધી કાઢયા હતા. અહિં નોંધવુ જરુરી છે કે, વર્ષ ૨૦૧૯માં નવલખી ગેંગરેપ વડોદરા શહેરમાં ખુબ ગાજયો હતો. આ ઘટનાને અંજામ આપનારા હવસખોરોને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધ્યા હતા અને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપીઓની કસ્ટડી વડોદરા પોલીસને સોંપી હતી.  

શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી ૨૪ વર્ષીય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના બનાવમાં શહેરના મોટા માથા તરીકે ઓળખાતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને રાજયના પૂર્વ ગૃહ મંત્રીના ખાસ માણસ ગણાવતાં પાવાગઢ મહાકાળી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ઉર્ફે હેમંત ત્રંબકલાલ જૈન સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાઈ છે. અને ત્યાર પછી સમા વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;