સિનર્જી હોસ્પિટલમાંથી ૭.૩૦ લાખની રોકડની ચોરી, બે કર્મચારીની જ સંડોવણી - Sandesh
  • Home
  • Jamnagar
  • સિનર્જી હોસ્પિટલમાંથી ૭.૩૦ લાખની રોકડની ચોરી, બે કર્મચારીની જ સંડોવણી

સિનર્જી હોસ્પિટલમાંથી ૭.૩૦ લાખની રોકડની ચોરી, બે કર્મચારીની જ સંડોવણી

 | 6:22 am IST

  • બંનેને પોલીસ લીધા સકંજામાં, રકમ જુગારમાં હારી ગયાનું કથન
  • રાજકોટઃ ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક નજીક આવેલી સિનર્જી હોસ્પિટલમાં વાડ જ ચીભળા ગળી ગઈ હોય એ રીતે કેશીયર મહિલા કર્મચારી કિરણ દિનેશભાઈ કારીયા રહે. મુંજકા ટીટોડીયા ક્વાર્ટર નં.૧૫૭ને ભોળવીને સાથી કર્મચારી વિજય કાંતિલાલ રાઠોડ (રહે. દેવનગર-૧ નાનામવારોડ) એ હોસ્પિટલના ૭.૩૦ લાખની રકમ ત્રણ કટકે સેરવી લીધાની ઘટના ગાંધીગ્રામ પોલીસમથકે નોંધાઈ છે. બંનેને પોલીસે સકંજામાં લઈને હાથ ધરેલી પુછતાંછમાં વિજયે નાણા લીધાની કેફિયત તો આપી છે પરંતુ જુગારમાં હારી ગયાનું પોલીસ સમક્ષ કથન કર્યું હતું.
    પોલીસ ફરિયાદની વિગતો મુજબ કેસનો તાળામેળ મળતો ન હોવાથી હિસાબી વિભાગના સ્ટાફે જવાબદારોને જાણ કરી હતી. કેસ વિન્ડો સંભાળતી કર્મચારી કિરણ પાસે જ તીજોરીનો કોડ હોવાથી નાણા ઓછા થાય કંઈ રીતે ? જેથી કિરણ તબીબોએ પુછપરછ કરતા તેણે સમગ્ર વાત કબુલી હતી. જેમાં સહકર્મી વિજયે પોતાને એક્ષપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો હોય અને નાણાની જરૂરીયાત હોવાથી બે દિવસ પુરતા કેસમાંથી આપ કહીં વિશ્વાસ લીધી હતી. કિરણે વાતમાં આવી ૧૦/૧૧ના રોજ બે લાખ આપ્યા હતા. બીજા દિવસે ફરી વિજય ત્રણ લાખ લઈ ગયો હતો. વાત વાતમાં કિરણ પાસેથી હોસ્પિટલ ટ્રેજરીનો કોડવર્ડ પણ મેળવી લીધો હતો.
    નાણા હાથ આવ્યા બાદ વિજય રજા પર ચાલ્યો ગયો હતો અને તા.૧૬ના રાત્રીના અગ્યારેક વાગ્યે હોસ્પિટલે આવ્યો હતો અને પોતાની પાસે રહેલા પાસવર્ડથી તિજોરી ખોલીને અંદરથી બીજા ૨.૩૦ લાખ રૂપીયા કાઢી લીધા હતા જે દ્રશ્યો સી.સી.ટીવી કેમેરામાં કેદ થયેલા હતા. ઘરેમળે વાત નહીં પતતા અંતે ડો. એસ.બી. બારડે ગાંધીગ્રામ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસનીસ પી.આઈ. વી.વી.ઓડેદરાના જણાવ્યા મુજબ ફરિયાદના આધારે બંનેની પુછતાંછ કરાઈ છે. યુવતીને રકમ મળી નથી પરંતુ નાણા સહ કર્મી આરોપી વિજય લઈ ગયો હતો. વિજયે પણ નાણા લીધાની કેફિયત આપી છે પરંતુ જુગારમાં હારી ગયાનું કથન કરતા નાણા રિકવર કરવા માટે કવાયત કરાઈ છે. યુવતી અને યુવક સાથે નોકરી કરતા હોય બંને વચ્ચે પરિચયના કારણે યુવતીએ સાથે આપ્યાનું ખુલ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન