ખાડા બૂરવામાં ખર્ચાશે અધધ રૂપિયા ૧,૫૦,૦૦૦૦૦ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • ખાડા બૂરવામાં ખર્ચાશે અધધ રૂપિયા ૧,૫૦,૦૦૦૦૦

ખાડા બૂરવામાં ખર્ચાશે અધધ રૂપિયા ૧,૫૦,૦૦૦૦૦

 | 6:23 am IST
  • Share

  • રાજકોટમાં પેચવર્કમાં પાણીની જેમ વપરાશે પૈસા
  • ધોવાઈ ગયેલા રસ્તા ઉપર થિંગડાની સાથે ભ્રષ્ટાચાર પણ ઢંકાઈ જશે
  • રાજકોટઃ ભારે વરસાદને કારણે શહેરના રસ્તા ધોવાઈને ખખડધજ બની ગયા હતા જેનું સમારકામ ગઈ કાલથી હાથ ધરાયું છે. સમારકામ પાછળ જ દોઢેક કરોડના ખર્ચની શકયતા હોવાનુ ંમનપાના ઈજનેરી સુત્રોએ જણાવ્યું હતું.
    મહાપાલિકા દ્વારા સર્વે કરીને કેટલા રસ્તા ધોવાયા છે તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો અને તે પ્રમાણે ત્રણે ઝોનના મળીને કુલ ૧૩૫૩૦ રસ્તામાં યા તો ગાબડા પડયા હતા યા તો સરફેસ ઉપરથી ડામર ધોવાઈ જતા ખરબચડા બની ગયા હતા. ગઈ કાલે ત્રણ વોર્ડથી સમારકામ હાથ ધરાયું હતું. હવે ક્રમશ દરરોજ ૪થી ૬ વોર્ડમાં પેચવર્ક હાથ ધરવામા આવનાર છે. દરરોજ ત્રણે ઝોનમાં એકી સાથે કામગીરી હાથ ધરવામા આવી રહી છે અને તેના કારણે દરરોજ ૪૦૦થી ૬૦૦ ટન ડામર મિશ્રાણના ટ્રકો મંગાવવામા આવી રહ્યા છે. કમિશનર અમિત અરોરાએ જણાવ્યુ ંહતું કે, ૫થી ૬ દિવસમાં અમે પેચવર્ક કામ પૂર્ણ કરી લેવા માટે કામ કરી રહયા છીએ.આજે ૬ વોર્ડમાં કામ કરાયા હતા. કાલે પણ ૬ વોર્ડમાંકામ માટે સુચના આપવામા આવી છે. ડામરથી પેચવર્ક કરાયા બાદ દિવાળી આસપાસ અમે રિસરફેસિંગની કામગીરી હાથ ધરીને રસ્તાઓ ઉપર પેવર કરીશું. ગેરેન્ટેડ રસ્તા તૂટયા છે તેના સમારકામ માટે જે તે એજન્સીને સુચના આપી દેવામા આવી છે. તેમની કામગીરી પણ હાથ ધરવામા આવી છે. રસ્તાના કામો માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસે ૧૭ કરોડની ડિમાંડ કરવામા આવી રહી છે. આ રકમમાંથી પેવરકામ કરવામા આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો