૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા ૪ સિંહોનું રેસ્ક્યુ - Sandesh
 • Home
 • Jamnagar
 • ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા ૪ સિંહોનું રેસ્ક્યુ

૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા ૪ સિંહોનું રેસ્ક્યુ

 | 6:30 am IST

 • તમામને બહાર કાઢી વનવિભાગે એનીમલ ડોકટરની સારવાર અપાવી
 • ખાંભાઃ ધારીગીરના સરસીયા રેન્જમાં સો ફુટ ઉંડા ખાલી કૂવામાં ચાર સિંહો પડી જતા આ બધાને વનવિભાગ અને સ્થાનિક લોકોએ બચાવી મેડીકલ સારવાર અપાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગીર પંથકમાં એકી સાથે ચાર સિંહ કુવામાં પડવાની અને રેસ્ક્યુ કરવાની ઘટના પહેલી છે.
  તારીખ ૧૪ ના રોજ પૂનમ હોવાના નાતે ગીર પૂર્વ ડિવિઝનની બધી રેન્જ માં વહેલી સવાર ના ૪ વાગ્યાથી હંમેશાની જેમ પૂનમ પેટ્રોલિંગ અન્વયે અવલોકનની કામગીરી ચાલુ હતી. આ સમય દરમ્યાન અંદાજિત સાંજ ના ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં સરસીયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટમાં આવેલા માનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેમની આંબાવાડીમાં દરરોજની જેમ આંટો મારવા ગયેલ, ત્યારે તેમને એક સિંહણને જોયેલ અને ક્યાંક ઊંડે થી સિંહો ના અવાજ સાંભળેલ.
  તેમને તેમના કૂવા માં શંકા ગયેલ અને ચાર સિંહોને જોતા જ તુરત જ સરસીયા રેન્જ ના ફેરેસ્ટર ડી .વી ગોહિલ ને જાણ કરેલ ને તેઓ હાજર સ્ટાફ્ ને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો.
  પરિસ્થિતિ જોતા આ કૂવો અંદાજિત ૧૦૦ ફ્ૂટ જેટલો ઊંડો હતો, અને સાવ ખાલી હતો. કૂવા માં પાણી જ નહતું. અને કૂવા માં ૪ સિંહો પડી ગયેલા જણાતા હતા.આવી સ્થિતિમાં સ્થાનિક લોકોના સહયોગ થી ૪ સિંહોને કોઈ પણ જાતની હાની વગર પાણી વગર કૂવામાથી રેસ્ક્યૂ કરવામાં આવેલ હતા. અને આ સિંહો તાત્કાલિક જરૂરી સારવાર માટે ગીર પૂર્વ વન વિભાગના પશુ ડોક્ટરવામજા દ્વારા સારવાર આપવામાં આવેલ હતી. આ કામગીરીમાં સરસીયા રેન્જ ના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર એમ આર ઓડેદરા, ફેરેસ્ટર ડી વી ગોહિલ ગાર્ડ એસ આર ધાંધલ અને સી એમ ઘેવરિયા વગેરે જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન