09th-november-2018-12-pm-top-headline-news
  • Home
  • Featured
  • News @12 PM: BJP સાંસદનું મોટું નિવેદન, નક્સલીઓના ગઢમાં આજે પ્રચાર સહિતના અહેવાલો

News @12 PM: BJP સાંસદનું મોટું નિવેદન, નક્સલીઓના ગઢમાં આજે પ્રચાર સહિતના અહેવાલો

 | 11:54 am IST

ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે રાજ્યમાં રહીને પોતાના ઉમેદવારો માટે વોટ માંગશે, તો શુક્રવારે સેનાને કંઇક એવું જ હથિયાર મળવા જઇ રહ્યું છે, જેનાથી દુશ્મન દેશો ધ્રુજી જશે. શુક્રવારે સેના બેડામાં કે.9 વ્રજ (કોરિયન) અને એમ 777 હોવિત્જર (અમેરિકન) તોપો સામેલ કરવામાં આવશે, જ્યારે ગુજરાતમાં ગુરુવારે નૂતન વર્ષા અભિનંદન પાઠવવા ભાજપા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નિવાસ સ્થાને સમર્થકોની લાંબી કત્તાર લાગી હતી. તેમજ મોટી સંખ્યામા લોકો સાંસદ સભ્યને હાર પહેરાવી શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા. સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચો એક ક્લિક પર-1:  આજે નક્સલીઓના ગઢમાં પ્રચાર, થોડીવારમાં મોદીની રેલી, રાહુલ કરશે રોડ-શો

છત્તીસગઢમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે રાજ્યમાં રહીને પોતાના ઉમેદવારો માટે વોટ માંગશે.

વધુ વાંચો એક ક્લિક પર-2: આજે ભારતીય સેનાને મળશે નવી તોપો, 38 કિ.મી સુધી ‘વ્રજ’ કરશે દુશ્મનને નષ્ટ

સરહદ પર વધતા તણાવની વચ્ચે સતત ભારતીય સેના પોતાના ભાથામાં મોટા શસ્ત્રો ભેગા કરી રહ્યું છે. ત્યારે શુક્રવારે સેનાને કંઇક એવું જ હથિયાર મળવા જઇ રહ્યું છે, જેનાથી દુશ્મન દેશો ધ્રુજી જશે. શુક્રવારે સેના બેડામાં કે.9 વ્રજ (કોરિયન) અને એમ 777 હોવિત્જર (અમેરિકન) તોપો સામેલ કરવામાં આવશે. 

વધુ વાંચો એક ક્લિક પર-3: BJP નેતાનું મોટું નિવેદન, ‘સત્તામાં આવીશું તો હૈદરાબાદનું નામ બદલીશું’

તેલંગાણા બીજેપી ફાયર બ્રાન્ડ નેતા રાજા સિંહે કહ્યું કે, જો અમારી પાર્ટી તેલંગાણામાં સત્તામાં આવશે તો તે હૈદરાબાદનું નામ બદલી નાખશે. બીજેપી હૈદરાબાદ સહિત રાજ્યના બીજા શહેરોનું નામ મહાપુરુષોનું નામ પર રાખશે.

વધુ વાંચો એક ક્લિક પર-4:  તહેવારો ટાણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજના ભાવ

દિલ્હીમાં શુક્રવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને રાહત મળી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

વધુ વાંચો એક ક્લિક પર-5:  પહેલી વખત ભારત ગેરકાયદેસર રીતે તાલિબાન સાથે કરશે વાત, મોસ્કોમાં મળશે બેઠક

રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. મોસ્કો ફોરમેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે. 

વધુ વાંચો એક ક્લિક પર-6:  BJP સાંસદનું મોટું નિવેદન, ‘અગામી 3 વર્ષ સુધી મને જ ટિકિટ મળશે’

ગુરુવારે નૂતન વર્ષા અભિનંદન પાઠવવા ભાજપા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નિવાસ સ્થાને સમર્થકોની લાંબી કત્તાર લાગી હતી. તેમજ મોટી સંખ્યામા લોકો સાંસદ સભ્યને હાર પહેરાવી શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા.

વધુ વાંચો એક ક્લિક પર-7:  નવા વર્ષે રાજકોટ મોરબી હાઇવે બન્યો ગોજારો, 3ના કમકમાટી ભર્યા મોત

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજકોટમાં ગઇકાલે ગુરુવારે એક ગોજારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત રાજકોટ-મોરબી હાઈવે પર બન્યો હતો, જેમા ત્રણ વ્યક્તિના મોત થયા છે.

વધુ વાંચો એક ક્લિક પર-8:  ધરમપુરના નાનાપૌઢા નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત

તહેવારો ટાણે કોઇને અકસ્માત નડે અને દુર્ભાગ્યપૂર્ણ કોઇનું મોત થાય તો તેના પરિવારમાં કેવી હાલત હોય છે તે તો જેના પર વીત્યું હોય તેને જ ખબર પડે છે. તહેવારો ટાણે લોકો ફરવા કે અન્ય જગ્યાએ જવાનો મોટો ક્રેઝ શરૂ થયો હોય તેમ લોકો ફરવા જાય છે.

વધુ વાંચો એક ક્લિક પર-9: શ્રીસંતે જ્યોતિષને પુછ્યું ક્રિકેટ કરિયરનું ભવિષ્ય, મળ્યો આ જવાબ

બિગ બોસ-12ની રમત રોચક થતી જાય છે. દાવપેંચની રમત શરૂ થઇ ચુક છે બિગ બોસમાં ગેસ્ટનો આવવાનો સિલિસલો પણ જારી છે. ગુરુવારે ન્યુમેરોલોજિસ્ટ સંજય જુમાની બિગ બોસમાં ઘરે પહોંચ્યાં. 

વધુ વાંચો એક ક્લિક પર-10: આખરે કમલ હસનની પુત્રીએ કરવી પડી પોલીસ ફરિયાદ, જાણો શુ છે કારણ

કમલ હસનની અભિનેત્રી પુત્રી અક્ષરા હસન સાયબર ક્રાઇમનો શિકાર બની છે. કોઇએ તેના પર્સનલ ફોટો હેક કરી લીધા અને વાયરલ કરી દીધા છે. અક્ષરાએ તેની ફરિયાદ મુંબઇ પોલીસમાં કરી છે.