1.15 lakh complaints of violation of Code of Conduct FIR only 58
  • Home
  • Ahmedabad
  • આચાર સંહિતાના નિયમોની ઐસી કી તૈસી, મળી 1.15 લાખ ફરિયાદો પણ FIR માત્ર 58!

આચાર સંહિતાના નિયમોની ઐસી કી તૈસી, મળી 1.15 લાખ ફરિયાદો પણ FIR માત્ર 58!

 | 8:10 am IST

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર કરતી વખતે આચાર સંહિતાનો ભંગ કરાતો હોવાની ફરિયાદો નોધાતી હોય છે. વર્ષ-૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આખા રાજ્યમાં ઉમેદવારો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાયો હોવાની કુલ ૧,૧૫,૦૧૪ ફરિયાદો નોધાઈ હતી.

પરંતુ માત્ર ૫૮ કેશમાં  આફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. નોધાયેલી ફરિયાદોમાં સૌથી વધુ ૧,૧૪,૯૧૩ ફરિયાદો ગેરકાયદેસર લખાણો લખવા તથા પોસ્ટરો લગાવવા બદલ થઈ હતી. ઉપરાંત વાહનો પર ફ્લેગ લગાવવા અને લાઈટ લગાવવાઅને જાહેર સ્થળોમાં લાઉડ સ્પિકર લગાવવા મુદ્દે એક-એક ફરિયાદ થઈ હતી.

આ સિવાય ગેરકાયદેસર બેઠકો, સભાઓ કરવી તથા ઉશ્કેરીજનક ભાષણો આપવા બદલ ૨૫ ફરિયાદો થઈ હતી જેમાં ૧૯ કેશમાં એફઆઈઆર થઈ તથા મતદારોને લોભામણી લાલચો આપવાના મુદ્દે પણ ૧૦ ફરિયાદો નોધાઈ હતી જેમાં ૭ કેશમાં એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. આ સિવાય અન્ય કેટલાક પ્રશ્ને ૬૪ ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી જેમાં ૩૧ કેશમાં એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા કરતાં વિધાનસભાની બેઠકો વધુ હોવાથી દરેક રાજ્યમા વિધાનસભાની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગની વધુ ફરિયાદો થતી હોય છે. ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં આખા રાજ્યમાં ત્રણ લાખથી વધુ ફરિયાદો નોધાઈ હતી.

પરંતુ મહત્વની વાત એ હતી કે, આ ત્રણ લાખ ફરિયાદોમાંથી માત્ર ૯ ફરિયાદોમાં જ એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. એટલે કે, કોઈપણ પક્ષ કે ઉમેદવારની ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતા ભંગની ફરિયાદ થાય તો તુરત જ ગોઠવણ પાડી દેવાતી હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે.

લોકસભા-૨૦૧૪માં આખા રાજ્યમાં થયેલી ફરિયાદો

આઈટમ                                        કેશ                 FIR

લખાણ/પોસ્ટર                 ૧,૧૪,૯૧૩     ૦૦

વાહનોનો દુર ઉપયોગ  ૦૧                 ૦૦

લાઉડ સ્પિકર                   ૦૧                     ૦૧

બેઠકો અને ભાષણો     ૨૫                     ૧૯

મતદારોની લાલચ      ૧૦                     ૦૭

અન્ય                                   ૬૪                 ૩૧

કુલ                                     ૧,૧૫,૦૧૪     ૫૮

વિધાનસભા-૨૦૧૭માં આખા રાજ્યમાં થયેલી ફરિયાદો

આઈટમ                                        કેશ                     FIR

લખાણ/પોસ્ટર           ૩,૦૦,૭૫૩     ૦૦

વાહનોનો દુર ઉપયોગ  ૦૫                     ૦૨

લાઉડ સ્પિકર                   ૦૧                     ૦૧

બેઠકો અને ભાષણો     ૦૬                     ૦૫

મતદારોની લાલચ      ૦૧                     ૦૦

અન્ય                                   ૧૮                 ૯

કુલ                                 ૩,૦૦,૭૮૪     ૯

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન