1.30 Lakh Poco Chines Smartphone Sold Out Within One Day In India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક જ દિવસમાં 1.30 લાખ સ્માર્ટફોન વેચીને ચીનની આ કંપનીએ ભારતમાં મચાવ્યો ખળભળાટ

એક જ દિવસમાં 1.30 લાખ સ્માર્ટફોન વેચીને ચીનની આ કંપનીએ ભારતમાં મચાવ્યો ખળભળાટ

 | 3:30 pm IST

આત્મનિર્ભર ભારત અભિયાન અને વિદેશી કંપનીઓના સતત પ્રયત્નો છતા પણ ભારતીય બજારમાં ચીની કંપનીઓના સ્માર્ટફોનને ટક્કર આપનારો અત્યારે કોઈ પણ ખેલાડી નજર નથી આવી રહ્યો. ભારતમાં ચીની સ્માર્ટફોનની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી રહ્યો છે કે શુક્રવારના થયેલી Poco M2ના પહેલા સેલમાં કંપનીએ તેના 1.30 લાખ યૂનિટ્સનું વેચાણ કરી દીધું છે.

128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,499 રૂપિયા

ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનનું ફ્લિપકાર્ટ પર એક્સક્લૂઝિવ વેચાણ કરવામાં આવ્યું હતુ. આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 10,999 રૂપિયા છે. આમાં 5,000 MaHની પાવરફુલ બેટરી અને ફોટોગ્રાફી માટે રિયરમાં 4 કેમેરાનું સેટઅપ મળે છે. POCO M2નો આગામી સેલ ક્યારે થશે તેની અત્યારે કંપનીએ કોઈ પણ જાણકારી નથી આપી. Poco M2ના 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા છે. તો આના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,499 રૂપિયા છે.

ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું

ભારતીય બજારમાં કંપનીએ આ ફોનને ત્રણ કલર વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે. આમાં પિચ બ્લેક, સ્લેટ બ્લૂ અને બ્રિક રેડ કલર સામેલ છે. Poco M2માં 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસપ્લે આપવામાં આવી છે, જેની સ્ક્રીન રિઝોલ્યૂશન 1080X2340 પિક્સલ છે. સુરક્ષા માટે આની સ્ક્રીન પર ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન