1.35 crore to the state, the city owes 22 million auto insurance
  • Home
  • Ahmedabad
  • જાણો, ગુજરાતમાં હજૂ કેટલા લોકોને વાહનોના વીમા લેવાના બાકી, એકલા રાજ્યમાંથી જ વીમા કંપનીઓને…!!

જાણો, ગુજરાતમાં હજૂ કેટલા લોકોને વાહનોના વીમા લેવાના બાકી, એકલા રાજ્યમાંથી જ વીમા કંપનીઓને…!!

 | 7:40 am IST

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ટ્રાફિક નિયમો કડક બનાવ્યા બાદ રાજ્ય સરકારે તેમાં કેટલાક સુધારા કરીને આવતીકાલ સોમવારને ૧૬મીથી અમલવારી કરવામાં આવશે. જેના પગલે વાહનચાલકો વાહનનો વીમો ઉતારવા અને પીયુસી કરાવવા દોડધામ કરી રહ્યા છે.

બીજી તરફ પ્રાઈવેટ વીમા કંપનીએ વીમામાં રૂ.૧૫ લાખનું વીમા કવચ આપવા માટે, SGST અને CGSTના રૂ.૬૨૬ લેવાનું ચાલુ કર્યુ છે. જેના લીધે વાહનચાલકને રૂ.૮૫૦ની જગ્યાએ વીમાના રૂ.૧૪૫૮ થી રૂ.૧૬૫૮ સુધી ભરવા પડે છે. ઉપરાંત પ્રાઈવેટ વીમા કંપનીએ વીમામાં રૂ.૧૫ લાખનું વીમા કવચ આપવા માટે રૂ.૩૭૫ લેવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદમાં આશરે ૨૨ લાખ અને ગુજરાતમાં આશરે ૧.૩૫ કરોડ વાહન ચાલકોને વીમો લેવાના બાકી હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાંથી આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયા વીમા કંપનીમાંથી સરકાર સેરવી જશે. એટલે કે, SGST અને CGSTVના રૂ.૨૨૫ થી રૂ.૨૫૧ લેખે વાહન ચાલક પાસે પ્રાઈવેટ વાહનચાલકના વીમામાં લઈ રહ્યા છે. જયારે પ્રાઈવેટ વીમા કંપનીએ વીમામાં રૂ.૧૫ લાખનું વીમા કવચ આપવા માટે રૂ.૩૭૫ લેખે લઈ રહ્યા છે.

અમદાવાદમાં ૪૨ લાખ વાહનચાલકો પૈકી ૨૬ લાખ ટુ વ્હીલર વાહન ચાલકો છે જેમાં ૮૫ ટકા વાહનચાલકો પાસે વીમો જ નથી. રાજ્યમાં ૨.૨૫ કરોડ વાહનો છે જેમાં ટુ વ્હીલર વાહનો૧.૮૫ કરોડ પૈકી ૧.૩૫ કરોડ વાહનચાલક પાસે વીમો નહીં હોવાનું વાહન વ્યવહાર વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. ૧૬મી સપ્ટેમ્બર પહેલા મોટર વ્હિકલ એકટના કાયદા પ્રમાણે વાહનચાલકે ફરજિયાત વીમો લેવાનો રહેશે. જેના પગલે વાહનચાલકો છેલ્લા દિવસોમાં વીમો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.

ખાનગી કંપનીઓના પ્રીમિયમમાં દોઢ ગણો વધારો   

પ્રાઈવેટ વીમા કંપનીઓએ વીમાનું પ્રીમિયમમાં દોઢ ગણો વધારો કરી દીધો છે. સરકારી વીમા કંપની ટુ વ્હીલર વાહનના વીમોમાં રૂ.૧૨૦૦ સુધી લઈ રહી છે. જયારે પ્રાઈવેટ વીમા કંપની ટુ વ્હીલર વાહનના વીમાના રૂ.૧૬૫૮ સુધી લઈ રહી છે. વીમા કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ વાહનચાલક વાહનનો વીમો ઉતારવા માટે આવી રહ્યા છે.

શહેરમાં પાંચ દિવસમાં ૨ લાખ વાહનના વીમા લેવામાં આવ્યા  

અમદાવાદમાંથી છેલ્લા પાંચ દિવસમાં ૨ લાખ જેટલા વાહનચાલકોએ વાહનના વીમા ઉતાર્યા છે અને હજુ દરરોજ આશરે ૫૦ હજાર જેટલા વાહનના વીમા ઊતરી રહ્યા છે. દંડથી બચવા માટે સફાળા જાગેલા લોકો કોઈ જોખમ લેવા માંગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન