1 March New Rule: આવતી કાલથી રૂ.2000ની નોટો નહીં મળે, થયા મોટા ફેરફાર – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 1 March New Rule: આવતી કાલથી રૂ.2000ની નોટો નહીં મળે, થયા મોટા ફેરફાર

1 March New Rule: આવતી કાલથી રૂ.2000ની નોટો નહીં મળે, થયા મોટા ફેરફાર

 | 8:28 pm IST
  • Share

ભારતમાં માર્ચ મહિનાની પહેલી તારીખથી કેટલાંક નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. 1 માર્ચ 2021થી દેશમાં કેટલાંક અગત્યના ફેરફારો લાગુ થઇ રહ્યા છે. જે આમ આદમીનાં ખિસ્સા ખાલી કરશે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર તમામ પ્રકારના ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેન્કોનાં ATMમાં રૂ.2000ની ચલણી નોટો નહીં મૂકવા નિર્ણય લેવાયો છે.

બેન્કનાં ATMથી રૂ.2000ની નોટો નહીં મળે

ઇન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને રૂ.2000ની નોટો નહીં મળે. કોઈ ગ્રાહકને રૂ.2000ની નોટો જોઈતી હોય તો તેણે બેન્કમાં રૂબરૂ જઈને તેનો ઉપાડ કરવો પડશે. ઊંચું મૂલ્ય ધરાવતી ચલણી નોટોના વપરાશથી લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત પર રહેશે નજર

આમ તો દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી થાય છે પરંતુ ફેબ્રુઆરી મહિનાનાં અંતિમ દિવસે તેમા કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આવામાં આ રાહત માર્ચ મહિનામાં યથાવત રહેશે કે પછી મહિનાની શરૂઆત ભાવ વધારા સાથે થશે. આ વાત પર પણ સૌ કોઇનું ધ્યાન રહેશે.

રાંધણગેસના ભાવમાં વધારો

દેશની ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે. આ રીતે માર્ચમાં પણ એલપીજીના ભાવ વધી શકે છે. ઓઈલ કંપનીઓ દ્વારા ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન