10મું ભણતા છાત્રને જોરદાર એપ બનાવવા બદલ GOOGLEએ આપ્યા અધધ.. 50,000 ડોલર - Sandesh
  • Home
  • Technology
  • 10મું ભણતા છાત્રને જોરદાર એપ બનાવવા બદલ GOOGLEએ આપ્યા અધધ.. 50,000 ડોલર

10મું ભણતા છાત્રને જોરદાર એપ બનાવવા બદલ GOOGLEએ આપ્યા અધધ.. 50,000 ડોલર

 | 3:37 pm IST

પાકિસ્તાન, ઢાકા અને શ્રીલંકાએ આ વર્ષે 900થી વધુ માછીમારોને તેમની બોટ સાથે ધરપકડ કરી હતી, કેમ કે તેઓ માછલી પકડવા માટે આતંરરાષ્ટીય સમુદ્રી સીમાઓને પાર કરી ગયાં હતાં. ધરપકડને લીધે ફક્ત માછીમારને જ નહીં પરંતુ તેમના પરિવારોને ખૂબ જ ખરાબ અસર પડી હતી, કેમ કે તેઓનું આ એક માત્ર જીવન નિર્વાહનું સાધન હતું. પરંતુ 14 વર્ષના એક ભારતીય વિદ્યાર્થીએ તેનો ઉકેલ શોધી કાઢ્યો છે. માહિતી પ્રમાણે 10માં ઘોરણમાં અભ્યાસ કરતા રમેશ અદ્વય નામનાં વિદ્યાર્થીએ એક એવી એપ્લિકેશન તૈયાર કરી છે, કે જે માછીમારો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

આ એપને FELT(FishErmen Lifeline Terminal) નામ આપવામાં આવ્યું છે. આ એપ માછીમારોને માર્ગ નક્શા સ્થનોની સાથે સાથે જગ્યાના મોસમ અંગેની જાણકારી આપે છે.

આ એપ માછીમારોની જાન બચાવવાનું તેમજ ઉત્પાદકતા વધારવાનું કાર્ય પણ કરે છે. તેના માટે રમેશે પ્રતિષ્ઠિત એશિયા ગૂગલ કમ્યુનિટી ઈમ્પેક્ટ એવોર્ડ પણ જીત્યો છે. આ જોરદાર શોધ માટે ગૂગલ એપ તરફથી 50,000 ડોલર એટલે કે 33.57 લાખ રૂપિયાની સ્કોલરશિપ સાથે રમેશને અંતિમ 20 ડેવલોપર્સમાં લેવામાં આવ્યો છે.

‘ફિશરમેન લાઈફલાઈન ટર્મિનલ’ ભારતીય ક્ષેત્રીય નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમથી મળનારા સિગ્નલ વગર ચાલે છે. આ હાથમાં રાખનારું ટર્મિનલ છે, જે સ્ટાન્ડર્ડ પોઝિશન સર્વિસીઝનો ઉપયોગ કરે છે.