10 Big Reasons PM Modi Heading towards victory
  • Home
  • Featured
  • આખરે કેમ નરેન્દ્ર મોદી 2019 જીતવા તરફ અગ્રેસર છે મોદી, આ રહ્યા 10 કારણો

આખરે કેમ નરેન્દ્ર મોદી 2019 જીતવા તરફ અગ્રેસર છે મોદી, આ રહ્યા 10 કારણો

 | 8:56 pm IST

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંક્તાની સાથે જ હવે રાજકીય જંગ પણ શરૂ થઈ ગયો છે. આ જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ જણાઈ રહ્યાં છે. તેના 10 કારણો છે.

1 આજની ચૂંટણી મની, મશીન અને મીડિયાની

આજની ચૂંટણી મની, મશીન અને મીડિયાની છે અને ટીમ મોદીને તેમાં સરસાઈ મળતી જણાઈ રહી છે. ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં મીડિયાની વિચારધારા આટલી એકતરફી ક્યારેય નથી રહી. સત્તારૂઢ પાર્ટી પાસે વિશાળ ધનબળ હોવાના પણ આરોપ છે અને તમામ પ્લેટફોરમ પર મતદાતાઓને જોડવા માટે પાર્ટી પાસે પુરતી મશીનરી પણ સમાયોજીત છે.

આમ ભાજપ એક ચમકતી, સારા પ્રકારની ફરારી કાર જેવી છે તો તેની સરખામણીએ કોંગ્રેસ જુના જમાનાની એક સેકેન્ડ હેન્ડ એમ્બેસેડર કાર જેવી છે.

2 હજી પણ મોદી નેતાઓના નંબર વન

હજી પણ દેશના તમામ નેતાઓમાં નંબર વન છે. ચૂંટણી અભિયાન દરમિયાન મોદીના અથાગ ઉર્જા છે. અજોડ સંચાર કૌશલ અને પાર્ટીના કદ કરતા પણ વધારે વાર કરવાની ક્ષમતા દેખાડી ચુક્યા છે. ‘મોદી હૈ તો મુમકીન હૈ’ ની સાથે ભાજપ અને સરકારને ટોચનું એક કરિશ્માઈ નેતૃત્વ મળ્યું છે. મોદી પોતાની રેલીમાં પોતાના બળે છેક સુધી લોકોને જકડી રાખવામાં સક્ષમ છે. મોદીનો આ કરિશ્મા 70ના દાયકાની અભિતાભ બચ્ચન જેવો છે જેમાં ખરાબ પટકથા પન ફિલ્મને બંપર ઓપનિંગથી રોકી શકતી નહોતી. પીએમ મોદીનું વિશાળ કદ ભાજપની સતત ઉર્જા આપતું રહે છે. સાથે જ તેમનું આયોજન પણ જડબેસલાક હોય છે. તેનો પરિચય એ વાતથી આવી જાય કે જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર નહોતી થઈ ત્યાં તેમણે દેશભરમાં ખુંદી વળ્યા હતાં.

3 અમિત શાહનું ઈલેક્શન એન્જિનિરિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ઈલેક્શન ‘એન્જિનિયરિંગ’થી ભાજપને લાભ મળી રહ્યો છે. વર્ષ 2014માં અમિત શાહ ઉત્તર પ્રદેશના ઈંચાર્જ હતાં અને રાજ્યમાં ભાજપને જોરદાર સફળતા અપાવી હતી. વર્ષ 2019માં પાર્ટી અધ્યક્ષના રૂપમાં તેઓ હવે આખા દેશમાં ભાજપના ઈંચાર્જ છે. જોકે ભારતીય રાજનીતિમાં ‘સૌના માટે કોઈ એક ફોર્મ્યુલા’ કારગર નથી નીવડતો. શાહના નેતૃત્વમાં ભાજપને 2015માં દિલ્હી અને બિહારમાં મોટી જીત મળી હતી. શાહની ઓળખ શામ, દામ, દંડ અને ભેદના મૂર્તરૂપ છે.

4 કોંગ્રેસની સ્થિતિ ખરાબ

હિંદી બેલ્ટના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોમાં જીત મળ્યાના ત્રણ મહિના બાદ પણ કોંગ્રેસ ગતિ પકડી શકી નથી. તો બીજી બાજુ મોદી સરકારે ઝડપથી પોતાની ખામીઓ સુધારી લીધી છે અને ખેડૂતો, સુવર્ણો, મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે અનેક રાહતોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ જુથવાદ, આંતરીક કલેહ અને નિર્ણય લેવાની બાબતમાં ઢીલાશના કારણે પાછળ ધકેલાઈ રહીએ છે. હકીકત તો એ છે કે કોંગ્રેસ આઈસીયૂમાંથી બહાર જરૂર આવી છે, પણ તેને તત્કાળ પૂનર્વાસન કાર્ય કરવાની જરૂર છે. જ્યાં કોંગેસ સામે સીધી ટક્કર છે તેવા રાજ્યોમાં ભાજપને જોરદાર લાભ મળી રહ્યો છે.

5 રાહુલ ગાંધીનું નેતૃત્વ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નેતૃત્વ રહસ્યોમાં લપેટાયેલી એક પહેલી જેવું છે. વર્ષ 2017માં ગુજરાતની લડાઈ અને 2018 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણીથી તેમને એક સારા પ્રચારક તરીકે સન્માન જરૂર મળ્યું છે, પણ તેમણે હજી સુધી એવુ કોઈ સંગઠનાત્મક કે માનવ પ્રબંધન કૌશલ્ય કે પ્રખર રાજકીય જ્ઞાનનો પરચો દેખાડ્યો નથી કે જેના કારણે તેમને સત્તાના સ્વાભાવિક દાવેદાર અને સમગ્ર વિપક્ષ માટે આકર્ષક માનવામાં આવી શકે. ઉદાહરણ તરીકે તેમનું પ્રચાર અભિયાન માત્ર રાફેલ યુદ્ધ વિમાન પર કેન્દ્રીત છે જે બેધારી તલવાર જેવું છે. કારણ કે આમ કરવા જતા ખેતી, નોકરીઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી તેમનું ધ્યાન હટી ગયું છે.

6 મહાગઠંબન હજી સુધી એક કોયડો જ

વિરોધ પક્ષ હજી પણ એક મંચ પર અને એક નિર્ધારીત કાર્યક્રમ અંતર્ગત મોદી સરકાર પર પ્રહારો કરવા માટે તૈયાર જ નથી થયો. જે મોદીનો વિરોધ કરીને એવા સામુહિન નેતૃત્વનો પરચો પુરો પાદે જે ‘મોદી બનામ કૌન’ની ખાલીજગ્યા ભરી શકે. તમામ 543 બેઠકો પર સંયુક્ય રીતે લડવાના બદલે વિરોધ પક્ષ વિભાજીત થઈ ખરેખર જોખમ ઉઠાવી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યમાં. કોંગ્રેસે એ વિચારવું પડશે કે આ ચૂંટણી પોતાનું કદ વધારવા માટે છે કે દેશભરમાંથી ભાજપનું કદ નાનુ કરવા માટેની?

7 આંકડાકીય રીતે પણ ભાજપ મજબુત

વર્ષ 2014માં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભાજપને લગભગ 90 ટકા બેઠકો પર જીત મળી હતી. પરંતુ આ વખતે આ પ્રકારનું પ્રદર્શન શક્ય નથી જણાતું. પરંતુ આ વખતે પણ ભાજપ પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતા 72થી 100 બેઠકો વધારે મળેવી જ શકે છે. એ ના ભુલવું જોઈએ કે, 2014ની ચૂંટણીમાં ભાજપે 42 બેઠકો 3 લાખથી પણ વધારે મતોથી, 75 બેઠકો 2 લાખથી વધારે મતોથી અને 38 બેઠકો 1.5 લાખ મતોથી જીતી હતી. તો ભાજપને આ વખતે સૌથી મોટા રાજકીય પક્ષ બનતુ રોકવા માટે તેની વિરૂદ્ધ ભારે ઝુકાવની જરૂર પડશે. જો ભાજપને 200થી વધારે બેઠકો મળે તો પણ સરળતાથી એનડીએની સરકાર રચાઈ શકે છે.

8 ઉત્તર પ્રદેશ જેવું મહત્વપૂર્ણ રાજ્ય

ઉત્તર પ્રદેશમાં સપા-બસપાને લઈને વિરોધ પક્ષમાં ભારે ચર્ચા છે અને ઉત્સાહ પણ છે અને તે જ પ્રકારે રાહુલ ગાંધી વાડ્રાની ‘ઔપચારીક’ રાજકીય એન્ટ્રીને લઈને પણ. પરંતુ ફોઈ-ભત્રીજાનું ગઠંબંધન હજી પણ વાસ્તવીક સમીકરણૉથી દૂર જ છે. ઉદાહરણ તરીકે એ જોવાનું રહેશે કે, શું યાદવ વોટર એટલા સરળતાથી બસપા તરફ વળી જશે? આવી જ રીતે પ્રિયંકાની રાજનીતિમાં એન્ટ્રીની કોઈ ખાસ અસર પણ રાજકારણમાં વર્તાતી નથી.

તો બીજી બાજુ ભાજપે ઉત્તર પ્રદેશમાં પોતાનું ઘણું બધુ લગાવી દીધું છે. રાજ્યમાં ભાજપને જો 2014ની સરખામણીએ 73ના બદલે અડધી બેઠકો પણ જો મળી જાય તો પણ મોદી સરકારને સત્તામાં આવાતા કોઈ જ રોકી શકે તેમ નથી.

9 પુલવામા, પાકિસ્તાન, બાલાકોટ એરસ્ટ્રાઈક

જયશ્રીરામથી લઈને ભારત માતા કી જય, બાબરકી ઔલાદથી લઈએને પાકિસ્તાની જેહાદી સુધી, ભગવા ધારી સાધુ-સંતોથી લઈને સેનાની વરધી ધારણ કરવા સુધી, મોદી સરકારે પુલવામા અને બાલાકોટના એજંડાને જે રીતે આગળ વધાર્યો છે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને રાજનીતિના કેન્દ્રમાં લાવી દીધી છે. આક્રમક રાજનીતિની આ બ્રાંડ બની શકે કે અંતરિયાળ વિસ્તારો અને દક્ષિણ ભારતમાં ઓછી અસર કરે પણ શહેરી વિસ્તારો અને મહત્વપૂર્ણ એવા હિન્દી બેલ્ટમાં ઘણું ખરૂ બદલી શકે છે.

10 ‘હિંદુત્વ’ વાળો નવો મતદાતા

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાને દેશમાં 8.4 કરોડ લોકો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યાં છે. જે દેશના કુલ મતદાતાઓમાં 10 ટકા છે. આ એવો મતદાતા છે જેના મગજમાં બાબરી મસ્જિદ તોડી પાડવાની કે ગુજરાતના 2002ના તોફાનો યાદ નથી. આ યુવા એ જનસંખ્યા છે, જે મોદીને ‘ન્યૂ ઈન્ડિયા’, ‘મજબુત સરકાર’, ‘હાઉ ઝ ધ જોશ’ જેવા નારાઓથી પ્રભાવિત છે. આ યુવા જનસંખ્યાને એ વાત અસર કરે છે કે,, ‘આતંકવાદ વિરૂદ્ધ આકરી નીતિ હોવી જોઈએ’, ‘ચકો પહેલે કાશ્મી મુદ્દો ઉકેલીઉયે’. ભાજપના મુખ્ય મધ્ય વર્ગીય હિંદુ દક્ષિણપંથી સમર્થકોને ‘બદમાશ’ ઈસ્લામી દેશ પાકિસ્તાન સાથે ટકરાવ બંધ બેસે છે. જો વિરોધ પક્ષો એક થઈને ‘કિસાન-નૌજવાન’ની અર્થનીતિ પર કેન્દ્રીત ચર્ચાને આગળ નહીં વધારે, તો ભાજપનો મજબુત રાષ્ટ્રવાદ નિશ્ચિત રૂપે 2019ના એજંડામાં એકદમ ફીટ બેસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન