ભુજની ધો.10ની 10 જેટલી વિદ્યાર્થીનીઓએ બ્લેડથી હાથ અને પગ પર માર્યા કાપા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજની ધો.10ની 10 જેટલી વિદ્યાર્થીનીઓએ બ્લેડથી હાથ અને પગ પર માર્યા કાપા

ભુજની ધો.10ની 10 જેટલી વિદ્યાર્થીનીઓએ બ્લેડથી હાથ અને પગ પર માર્યા કાપા

 | 3:24 pm IST

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ બ્લેડથી હાથ અને પગમાં કાપા માર્યા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ચિંતિત બનેલા શાળાના સંચાલકોએ તાત્કાલિક વાલીઓને તેની જાણ કરતાં દોડધામ મચી હતી. આ વિદ્યાર્થિનીઓએ ચારેક દિવસના ગાળામાં હાથ-પગમાં બ્લેડથી ચામડી ચીરીને અલગ-અલગ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

શાર્પનરની બ્લેડનો ઉપયોગ કરી માર્યા કાપા
સમગ્ર બનાવ અંગે શિક્ષિકાને જાણ થતા આ મામલે શાળાના આચાર્ય જાણ કરવામાં આવી હતી. વિધાર્થીનીઓએ શાળામાં પેન્સિલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડનો ઉપયોગ કર્યો હતો. ધોરણ દસમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ક્યા કારણોસર અને કોના કહેવા મુજબ હાથ અને પગમાં કાપા માર્યા છે તે અંગે હજુસુધી ચોકસ્સ કારણ જાણી શકાયું નથી.

દેખાધેખીમાં વિદ્યાર્થીનીઓએ પગલું ભર્યું હોય એવું માનવામાં આવી રહ્યું છે
માતૃછાયા કન્યા વિદ્યાલય આચાર્ય ધ્યાને સમગ્ર મામલો આવતા વિધાર્થીનીઓના વાલીઓને જાણ કરવામાં આવી હતી. ક્યા કારણોસર વિધાર્થીનીઓ આ પગલું ભર્યું તે અંગે રહસ્ય ઘૂટાઇ રહ્યું છે. હાલ શાળા સંચાલકો અને વાલીઓ માની રહ્યા છે કે અણસમજ તેમજ દેખાદેખીમાં વિધાર્થીનીઓ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર બનાવ ખુબજ ગંભીર માનવામાં આવી રહ્યો છે.

10 જેટલી વિધાર્થીઓ બ્લેડથી હાથ અને પગમાં કાપા મારવાની ઘટના
વિધાર્થીનીઓએ કાપા મારવાના બનાવ મામલે શાળા સંચાલકો તેમજ વાલીઓ તપાસ શરુ કરી છે. તાજેતરમાં બ્યુવ્હેલ ગેમનો અનેક બાળકો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં એક સાથે 10 જેટલી વિધાર્થીઓ બ્લેડથી હાથ અને પગમાં કાપા મારવાની ઘટના અનેક સવાલો ઉભા કર્યા છે. સમગ્ર બનાવ મામલે મહિલા પોલીસ તેમજ સામાજિક સંસ્થાની મદદ લેવામાં આવેતો મામલે સાચું કારણ બહાર આવી શકે તેમ છે. આ બનાવમાં આખરે શું સત્ય સામે આવે છે તે હવે જોવું રહ્યું ?