10 Indian players included in the 15-member World Cup squad have been out of the IPL 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, ટી-20 વર્લ્ડકપ પહેલા 4 ખેલાડી નાપાસ!

ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, ટી-20 વર્લ્ડકપ પહેલા 4 ખેલાડી નાપાસ!

 | 5:16 pm IST
  • Share

  • ટીમ ઇન્ડિયાના 4 ખેલાડીનું IPL 2021માં કંગાળ પ્રદર્શન
  • ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા ચિંતામાં
  • હાર્દિક પંડ્યા અને ઇશાન કિશન તદ્દન અસફળ

આઇપીએલ 2021ને ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટી-20 લીગની 60માંથી 58 મેચો રમાઇ ગઇ છે. એટલે કે હવે ટૂર્નામેન્ટ સમાપ્ત થવા તરફ છે. વર્લ્ડકપ માટે પસંદ કરાયેલ 15 સદસ્યોની ટીમના 10 ખેલાડી લીગથી બહાર થઇ ચૂક્યા છે. જેમાથી 6 ખેલાડીઓનું પ્રદર્શન ગત સિઝન કરતા ખરાબ રહ્યું છે.

હાર્દિક અને ઇશાન કિશન ફેલ

ટીમ ઇન્ડિયાનો મુખ્ય ખેલાડી હાર્દિક પંડ્યા અત્યાર સુધી પણ ઇજાથી ઉભરી શક્યો નથી. આઇપીએલ 2021ની આખી સિઝનમાં તેણે બોલિંગ નથી કરી. તે બેટિંગથી પણ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 12 મેચોમાં 14ની સરેરાશથી 127 રન બનાવ્યા છે. ત્યાં જ ઇશાન કિશનની વાત કરીએ તો તેણે 10 મેચોમાં 27ની સરેરાશથી 241 રન બનાવ્યા છે જેમા બે અડધી સદી સામેલ છે. જોકે ગત સિઝનમાં ઇશાને 14 મેચોમાં 57ની સરેરાશથી 516 રન બનાવ્યા હતા. જેમા 4 અડધી સદી સામેલ હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 146 હતો.

ચાહર-ભુવનેશ્વરે ચિંતા વધારી

મુંબઇના લેગ સ્પિનર રાહુલ ચાહરે 11 મેચમાં 13 વિકેટ લીધી છે. ગત સિઝનમાં તેણે 15 વિકેટ હાંસલ કરી હતી. ત્યાં જ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હૈદરાબાદ તરફથી રમતા 11 મેચમાં માત્ર 6 વિકેટો લઇ શક્યો છે. ભુવનેશ્વરના આ કંગાળ પ્રદર્શને ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી છે.

બુમરાહ અને શમી પોતાની લયમાં યથાવત

પંજાબ કિંગ્સથી રમી રહેલ ઝડપી બોલર મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે હાલની સિઝનમાં 14 મેચમાં 19 વિકેટો હાંસલ કરી. જેની સરેરાશ 21 જ્યારે ઇકોનોમી 7.50ની રહી. જોકે ગત સિઝનમાં તેણે 20 વિકેટો મળી હતી. ત્યાં જ મુંબઇ ઇન્ડિયન્સથી રમી રહેલ મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 14 મેચોમાં 21 વિકેટો લઇ પોતાને સાબિત કર્યો છે. તેની સરેરાશ 20 અને ઇકોનોમી 7.45ની રહી હતી. ગત સિઝનમાં તેને 27 વિકેટ મળી હતી. એટલે ટી-20 વર્લ્ડકપ પહેલા આ બંન્ને ઝડપી બોલર પોતાની લયમાં યથાવત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો