જો તમે ભારતીય છો, તો ગણતંત્ર દિવસની આ 10 વાતો જરૂર જાણો - Sandesh
 • Home
 • India
 • જો તમે ભારતીય છો, તો ગણતંત્ર દિવસની આ 10 વાતો જરૂર જાણો

જો તમે ભારતીય છો, તો ગણતંત્ર દિવસની આ 10 વાતો જરૂર જાણો

 | 7:05 pm IST

આવતીકાલે આખુ દેશ ભારત પર્વ પ્રજાસત્તાક દિન ઉજવશે. સવારે ધ્વજવંદનથી લઈને દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. મોટાભાગના લોકો માટે પ્રજાસત્તાક દિન એટલે નેશનલ હોલિડે, એટલે એન્જોય કરવાનું.. એમ જ હોય. બહુ બહુ તો, એકાદ દેશભક્તિની ફિલ્મો જોઈ નાખશે. પરંતુ 26મી જાન્યુઆરીનું મહત્ત્વ જાણનારા લોકોને જણાવીએ કે, પ્રજાસત્તાક દિનનું શું મહત્ત્વ હોય છે. આ મહાન રાષ્ટ્રીય પર્વ વિશેની ખાસ વાતો જાણીએ.

 • 26 જાન્યુઆરીએ આપણું સંવિધાન લાગુ થયું હતું. ભારતનું સંવિધાન લેખિત સંવિધાન છે. આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
 • ભારતીય સંવિધાનને બનવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
 • ડો.રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ ગર્વમેન્ટ હાઉસના દરબાર હોલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
 • વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પહેલા ગણતંત્ર દિવસે રેડિયો પર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
 • ભારતના પ્રથમ રિપબ્લિક ડેના સમારોહમાં મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો હતા.
 • 1955થી ગણતંત્ર સમારોહ રાજપથ પર થવા લાગ્યું અને અહીંથી સેના પરેડ કરવા લાગી.
 • ગણતંત્ર દિવસ પર રાજપથ પર તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને ત્યાર બાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે.
 • ગણતંત્ર દિવસ પર અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આપવામાં આવે છે. આ બાદ જ આપણી સેના શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે.
 • 1957માં સરકારે બાળકો માટે રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવાના શરૂ કર્યાં, જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અલગ અલગ ક્ષેત્રોમાં ગણતંત્ર દિવસ પર આપવામાં આવે છે.
 • સારનાથના અશોકસ્તંભ પરનું સિંહોનું સિમ્બોલ આ જ દિવસે રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું હતું 
  1963ના ગણતંત્ર દિવસ પર મોરને નેશનલ બર્ડ જાહેર કરાયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો