10 Mistake Of Team India against New Zealand in Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • આ 10 ભૂલો ટીમ ઈન્ડિયાને પડી ભારે, તૂટ્યું વર્લ્ડ કપ જીતવાનું સપનું

આ 10 ભૂલો ટીમ ઈન્ડિયાને પડી ભારે, તૂટ્યું વર્લ્ડ કપ જીતવાનું સપનું

 | 9:55 am IST

આઈસીસી વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ખિતાબ માટે પ્રભળ દાવેદાર મનાતી એવી ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપની સફર સેમીફાઇનલમાં બુધવારે સમાપ્ત થઈ છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાનો સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક પછી એક કેટલીક ભૂલો કરી.

પહેલી જ બોલે ડીઆરએસ:

ટોસ હારીને પહેલા બોલિંગ કરવા મેદાન પર ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ઈનિંગ્સની પહેલી જ બોલ પર ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પહેલી બોલ પર એલબીડબ્લ્યૂની અપીલ કરી જેને અંપાયરે નકારી હતી. ત્યાર બાદ વિરાટ કોહલીએ ભુવનેશ્વર, ધોની અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે ચર્ચા કરી ડીઆરએસનો ઉપયોગ કર્યો. ત્યારે રિવ્યૂમાં ખબર પડી કે બોલ સ્ટંપને મિસ કરી રહી હતી. તેથી પહેલી જ બોલમાં ઈન્ડિયાએ રિવ્યૂ ગુમાવી દીધો. જો ડીઆરએસ ના લેવાયો હોત તો યોગ્ય સમયે તેનો ઉપયોગ થઈ શક્યો હોત.

ભારતની ખરાબ ફિલ્ડીંગ:

વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાના હારનું અન્ય એક કારણ તેની ફિલ્ડીંગ પણ છે. બોલિંગ દરમિયાન ટીમના ખેલાડીઓએ કિવી બેટ્સમેનોને રન આઉટ કરવાની કેટલીક તક ગુમાવી. ઉપરાંત ઘણી વખત બાઉન્ડ્રી રોકવામાં પણ ભારતીય ખેલાડીઓ નિષ્ફળ રહ્યા. જેમાં ચહલે ખબૂ જ ખરાબ ફિલ્ડીંગનું પ્રદર્શન કર્યું હતું. તેથી સોશિયલ મીડિયા પર લોકોએ ચહલને ટ્રોલ પણ કર્યો હતો.

ચહલની 44મી ઓવર:

કિવી બેટ્સમેનોએ ઈનિંગ્સની 44મી ઓવરમાં 18 રન ફટકાર્યા. આ ઓવર ચહલની હતી. જેમાં 1 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે કુલ 18 રન ગયા. આ ઓવર બાદ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને વેગ મળ્યો અને 4 વિકેટ ગુમાવ્યા છતાં પણ 7 ઓવરમાં 60 રન બનાવ્યા હતા.

મોહમ્મદ શામીની ખોટ નડી:

સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાને મોહમ્મદ શામીની ખોટ નડી. શામીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. છતાં તેને સેમીફાઇનલમાં ડ્રોપ કરવામાં આવ્યો. જેની અસર સાફ જોવા મળી. શામીએ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચો 14 વિકેટ ઝડપ્યા છે.

ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યું:

ટીમ ઈન્ડિયા સામે જીત માટે માત્ર 240 રનોનો લક્ષ્ય હતો. પરંતુ ટોપ ઓર્ડર રોહિત શર્મા, કે.એલ.રાહુલ અને વિરાટ કોહલી 1-1 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાએ માત્ર 5 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. જ્યારે 24 રને ટીમ ઈન્ડિયાને દિનેશ કાર્તિકના ભાગરૂપે ચોથી વિકેટ પડી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સંપૂર્ણ મેચમાં દબાણમાં દેખાઈ.

રિષભ પંતનું ખોટું શોટ સેલેક્શન:

4 વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત અને હાર્દિક પંડ્યા વચ્ચે 47 રનની પાટનરશિપ થઈ. પરંતુ સેંટરનની બોલ પર છગ્ગાના પ્રયત્નમાં રિષભ બાઉન્ડ્રી નજીક કેચ આઉટ થયો. પંતે આ શોટ ત્યારે રમ્યો જ્યારે તે વિકેટ પર શેટ થઈ ગયો હતો. આ સમય રિષભ પંત પાસે પોતાની ક્ષમતાને દેખાડવાની સારી તક હતી. પરંતુ અનુભવની કમી રહેતા તે નિષ્ફળ રહ્યો અને ખોટું શોટ સેલેક્શન કર્યું.

હાર્દિકનો ખોટો શોટ:

રિષભ પંત સાથે 47 રનની ભાગેદારી નોંધાવ્યા બાદ હાર્દિક પંડ્યાને ક્રીઝ પર વધુ સમય રહેવાની જરૂર હતી. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાને 118 બોલોમાં 148 રનોની જરૂર હતી ત્યારે સેંટનરની બોલમાં ખોટો શોટ રમી પંડ્યા વિલિયમસનના હાથે કેચ આઉટ થયો.

સ્લોગ ઓવરમાં ફરી ફેલ થયો ધોની:

સંપૂર્ણ વર્લ્ડ કપમાં ધીમી બેટિંગના કારણે ટીકાકારોના સામનો કરી રહેલા પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની એકવાર ફરી ઝડપી ગતિએ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો. તેને સેમીફાઇનલમાં 69.44ની સ્ટ્રાઇક રેટમાં રમી 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. બીજી તરફ જાડેજા શાનદાર બેટિંગ કરતા દેખાયો હતો. પરંતુ ધોનીની ધીમી ગતિની અસર જાડેજા પર પડી અને પ્રેશરમાં આવી મોટો શોટ લગાવવાના પ્રયત્નમાં કેચ આઉટ થયો.

ધોનીનું રન આઉટ થવું:

ધોની વિકેટ વચ્ચે ઝડપથી દોડવા માટે જાણીતો છે. પરંતુ સેમીફાઇનલમાં મહત્વના સમય ધોનીનું રન આઉટ થવું ચોંકાવનારું હતું. કારણ કે ધોનીના આઉટ થતા જ ટીમ ઈન્ડિયાનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટ્યું હતું. ધોનીને માર્ટિન ગુપ્ટિલે ડાયરેક્ટ થ્રો કરી રન આઉટ કર્યો હતો.

ઓછી રન રેટ:

ટીમ ઈન્ડિયાને સેમીફાઇનલ જીતવા માટે 4.78 રન રેટની જરૂર હતી. પરંતુ શરૂઆતમાં જ એક પછી એક 3 વિકેટ પડી જતા ટીમ ઈન્ડિયા સંપૂર્ણ મેચમાં દબાણમાં રહી અને રન રેટ વધારવાના ચક્કરમાં ભારતીય ટીમના વિકેટ સતત પડતા રહ્યા. અંતિમ 10 ઓવરમાં ભારત પર 9ની રન રેટથી રન બનાવવાનું દબાણ વધ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન