અમદાવાદઃ ૫૧ દારુની બોટલ સાથે ડોગ સ્કવોર્ડના ૧૦ પોલીસકર્મીઓ પકડાયા - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ ૫૧ દારુની બોટલ સાથે ડોગ સ્કવોર્ડના ૧૦ પોલીસકર્મીઓ પકડાયા

અમદાવાદઃ ૫૧ દારુની બોટલ સાથે ડોગ સ્કવોર્ડના ૧૦ પોલીસકર્મીઓ પકડાયા

 | 9:17 pm IST

રાજ્યભરમાં દારુ બંધીની વાતો કરવામાં આવી રહી છે તેવામાં જ સરકારી અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરની ગાડીમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડયુટી મીટમાંથી પરત ફરેલી ડોગની ટીમે દારુનો જથ્થો લઇ આવતી હતી. કર્ણાટક મહારાષ્ટ્ર બોર્ડર પરથી દારુ લઇને આવી પરંતુ રસ્તામાં કોઇ જ જગ્યાએ સરકારી ગાડી હોવાથી પોલીસે તપાસ સુધ્ધા પણ કરી ન હતી. આખરે આ અંગે માહિતી મળતા ઓઢવ પોલીસે સોમવારે રાત્રે આવી રહેલી સરકારી ગાડીમાં તપાસ કરતા તેમાંથી દારુ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો અને દસ પોલીસકર્મીઓ દારુ પીધેલા મળી આવતા આ અંગે ગુનો નોધી એસઆરપી ગ્રુપના પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારુ બંધીની વાતો કરાય છે ત્યારે હેડક્વાર્ટરના પોલીસકર્મીઓ દારુ લાવતા પકડાય તે શરમજનક ઘટના કહેવાય.

ઓઢવ વિસ્તારમાં આવેલા રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે પોલીસે બાતમી આધારે એક સરકારી બસ પકડી પાડી હતી. આ સરકારી બસમાં પોલીસકર્મીઓ દારુ પીધેલી હાલતમાં હોવાની માહિતી આધારે તપાસ કરતા ૧૦ જેટલા પોલીસકર્મીઓ પીધેલી હાલતમાં મળ્યા હતા અને દારુનો જથ્થો પણ મળી આવ્યો હતો. હથિયારી પોલીસકર્મીઓ દારુ પીધેલી હાલતમાં હતા. ડ્રાઇવરથી લઇ તેમાં સવાર દસ પોલીસકર્મીઓ દારુના નશામાં હતા.

તમામ પોલીસકર્મીઓ પાસે તપાસ કરતા તેમના પાસેથી અલગ અલગ દારુની અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે ૧૨ હજારની ૫૧ દારુ અને બીયરની બોટલો કબ્જે કરી ગુનો નોધ્યો હતો. પોલીસે જણાવ્યું હતુ કે, ઓલ ઇન્ડિયા ડયુટી મીટમાં ડોગ લઇને ગયેલી ટીમ કર્ણાટક મહારાષ્ટ્ર બોર્ડર પરથી દારુ ખરીદી કરી દારુ પીધો પણ હતો. એક પોલીસકર્મીની પત્ની પણ હતી પરંતુ તે અને અન્ય ત્રણ વ્યક્તિઓ દારુના નશામાં કે તેમની પાસે દારુનો જથ્થો મળ્યો ન હતો. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શાહિબાગ હેડ ક્વાર્ટર પહેલા પણ દારુ બાબતે ચર્ચમાં આવેલુ છે હાલ પણ હેડ ક્વાર્ટરના વડા ચાર્જમાં હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જેથી હેડક્વાર્ટરમાં ધ્યના ન અપાતુ હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

શહેર પોલીસ કમિશનરે ખુદ આદેશ કરવો પડયો
કર્ણાટક મહારાષ્ટ્રની બોર્ડર પરથી પોલીસ જ સરકારી ગાડીમાં દારુ લઇ આવતી હોવાની માહિતી મળતા શહેર પોલીસ કમીશનરે સ્થાનિક પીઆઇને જાણ કરી કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જો શહેર પોલીસ કમીશનરે પોતે ફોન કરી આદેશ ન કર્યો હોત તો આ કેસ થવો અશક્ય હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ સેકટર-૨ના એડીશનલ સીપીએ પણ પોલીસકર્મીઓની પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.