10 rules including insurance-Aadhaar card will be changed From today
  • Home
  • Business
  • આજથી બદલાઈ જશે ઈન્સ્યોરન્સ-આધાર કાર્ડ સહિતનાં 10 નિયમો, જાણો તમારા પર શું થશે અસર

આજથી બદલાઈ જશે ઈન્સ્યોરન્સ-આધાર કાર્ડ સહિતનાં 10 નિયમો, જાણો તમારા પર શું થશે અસર

 | 8:14 am IST

1 ઓક્ટોબર 2020થી એટલે કે આજથી ભારતમાં 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની તમારા જીવન પર સીધી અસર પડશે. આ નવા નિયમોથી એકબાજુ જ્યાં તમને રાહત મળશે, તો જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો નહીં તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આમાં ગેસ સિલિન્ડરની કિંમત, હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી, આધાર-રાશન કાર્ડ, સરસવમાં બીજું ખાદ્ય તેલ ભેળવવું, કારમાં દસ્તાવેજો રાખવાની જરૂર, ટીવીના ભાવ, મફત ગેસ કનેક્શન, પૈસા વિદેશમાં મોકલવા પર
ટેક્સ, ખુલ્લી મીઠાઈ માટેનો સમય વગેરે સાથે સંબંધિત નિયમો સામેલ છે.

1. ગાડી ચલાવતાં સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે એવી રીતે કરી શકાશે કે જેનાથી વાહન ચલાવતાં સમયે ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થાય. પરંતુ ડ્રાઇવિંગ સમયે મોબાઇલ પર વાત કરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

2. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. આ યોજના 30 સપ્ટેમ્બરે ખતમ થઈ ગઈ છે. એટલે કે હવે તમે મફત ગેસ કનેક્શનનો લાભ ઉઠાવી શકશો નહીં.

3. વીમા નિયામાક ઈરડાના નિયમો અનુસાર, એક ઓક્ટોબરથી હેલ્થ વીમા પોલિસીમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. હવે બધા અને નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ઓછા રેટ પર વધુ બીમારીઓનો કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સ્ડાન્ડર્ડાઈઝ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

4. એક ઓક્ટોબરથી કારોબારીઓને બજારમાં વેચાતી ખુલી મીઠાઈઓના ઉપયોગની સમયસીમા જણાવવી પડશે. આ નિયમને સરકારે ફરજિયાત બનાવ્યો છે. એટલે કે હવે તમને મીઠાઈઓ ઉપર પણ એક્સપાયરી ડેટ જોવા મળશે.

5. ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં LPG સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. આજથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો બદલાઈ જશે. હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 12 સિલિન્ડરો પર સબ્સિડી આપે છે. પણ તેનાથી વધારે સિલિન્ડર માર્કેટ ભાવથી ખરીદી શકાય છે.

6. હવે સરસવના તેલમાં અન્ય ખાદ્ય તેલની ભેળસેળ કરી શકાશે નહીં. સરકારે સરસવ તેલમાં અન્ય કોઈ તેલની ભેળસેળ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેને કારણે હવે સરસવના તેલની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે.

7. હવે વાહન ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ, RC, ઈન્સ્યોરન્સ, PUC જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. હવે તમે ડિજિટલ પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ દેખાડી શકો છો. તો આજથી હવે ટ્રાફિક દંડ, લાયસન્સ સહિતની તમામ કામગીરી ઓનલાઈન કરી શકો છો.

8. આજથી હવે ટીવીની કિંમતોમાં વધારો થવાનો છે. આજથી ટીવીના ઓપન સેલ પર 5 ટકાનો ટેક્સ લાગશે. જેના લીધે ટીવીની કિંમતો 1500 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે.

9. આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. આજથી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો નહીં.

10. સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સનો નિયમ બદલ્યો છે. હવે વિદેશમાં પૈસા મોકલવા પાર પાંચ ટકા ટીસીએસ લાગશે.

આ વીડિયો પણ જુઓઃ અનલૉક-5ની ગાઈડલાઈન જાહેર – કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 31 ઑક્ટોબર સુધી લૉકડાઉન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન