10-september-2018-sensex-in-red-mark-sensex-losses-403-86-points-nifty-on-11463-45
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 403.86નું ગાબડું તો નિફ્ટીમાં 125.65 પોઇન્ટનો કડાકો

સેન્સેક્સમાં 403.86નું ગાબડું તો નિફ્ટીમાં 125.65 પોઇન્ટનો કડાકો

 | 12:38 pm IST

સેન્સેક્સમાં 403.86નું ગાબડું પડતા સેન્સેક્સની સપાટી 38000.34 પહોંચી છે તો નિફ્ટીમાં 125.65 પોઇન્ટનો કડાકો થતાં 11463.45 પર પહોંચી છે. બપોરે 12.25 સુધીમાં સેન્સેક્સ 403 પોઇન્ટ ગગડ્યો હતો.

શરૂઆતમાં શેરબજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ ખુલતા સેન્સેક્સમાં 41.43 પોઈન્ટ ટૂટતા 38348.39ની સપાટી પર પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 31 શેરોમાં સેન્સેક્સમાં 10 શેરોમાં મામુલી તેજી જોવા મળી હતી. તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 50 શેરોના તો નિફ્ટીમાં ફક્ત 20 શેરોના ભાવ ઘટ્યા હતા.

નિફ્ટી બેન્ક, ઓટો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ, નિફ્ટી એફએમસીજી તેમજ નિફ્ટી રીયલ્ટીના શેરોના ભાવોમાં ગાબડુ પડ્યુ હતુ. જ્યારે નિફ્ટી આઈટી, નિફ્ટી મીડિયા, નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મામાં થોડી તેજી જોવા મળી હતી.