કોસ્ટારિકામાં પ્લેન ક્રેશ, 10 અમેરિકન સહિત 12ના મોત - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • કોસ્ટારિકામાં પ્લેન ક્રેશ, 10 અમેરિકન સહિત 12ના મોત

કોસ્ટારિકામાં પ્લેન ક્રેશ, 10 અમેરિકન સહિત 12ના મોત

 | 11:17 am IST

કોસ્ટારિકામાં એક નાનુ મુસાફર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ 12 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તર પશ્ચિમી કોસ્ટારિકામાં બની હતી. મરનારાઓમાં 10 અમેરિકન નાગરિકો સામેલ હતા. આ ઉપરાતં ચાલક દળના બે સ્થાનિક સદસ્યો પણ માર્યા ગયા છે. જનસુરક્ષા મંત્રાલયે દુર્ધટનાગ્રસ્ત વિમાનના કાટમાળની તસવીરો અને વીડિયો જાહેર કર્યાં છે.

જોકે હજુ પ્લેન ક્રેશનું કારણ જાણવા મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ર્દુઘટનામાં અમેરિકાના એક જ પરિવારના પાંચ લોકો પણ સામેલ હતા. કોસ્ટા રિકાના સુરક્ષામંત્રી ગુસ્તાવોએ કહ્યું છે કે, પ્લેનમાં મુસાફરી કરી રહેલા કોઈ પણ જીવીત રહ્યા નથી. વધુમાં તેમણે કહ્યું છે કે, કુલ સંખ્યા અને પીડિતોની ઓળખ માટે ઓટોપ્સીની જરૂર પડશે કારણકે તેમના અવશેષ ખૂબ ખરાબ રીતે સળગી ગયા છે. આ એક્સિડન્ટ પછી પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે.