૧૦૦ દેશના હજારો સોફ્ટવેર ડેવલપર્સે એક જગ્યાએ ભેગા થઇ રેકોર્ડ સર્જ્યો - Sandesh
  • Home
  • Kids Corner
  • ૧૦૦ દેશના હજારો સોફ્ટવેર ડેવલપર્સે એક જગ્યાએ ભેગા થઇ રેકોર્ડ સર્જ્યો

૧૦૦ દેશના હજારો સોફ્ટવેર ડેવલપર્સે એક જગ્યાએ ભેગા થઇ રેકોર્ડ સર્જ્યો

 | 2:44 am IST

સાઉદી અરેબિયામાં ૧૦૦થી વધુ દેશોના હજારો સોફ્ટવેર ડેવલોપર્સ તેમજ કમ્પ્યૂટર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિષ્ણાતોેએ વિશાળ હેકથોનમાં ભાગ લીધો હતો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૩૧ જુલાઇથી ૩ ઓગષ્ટ દરમિયાન આ પ્રોગ્રામ ચાલ્યો હતો. ધ હઝ હેકથોનનામના આ પ્રોગ્રામમાં મોટાભાગના લોકોએ સાઉદી ફેડરેશન ફોર સાયબર સિક્યુરિટી, પ્રોગ્રામિંગ અને ડ્રોન્સ(સાઉદી અરેબિયન) દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં હજારો નિષ્ણાતોએ જોડાઈને રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી હતી. તેમાં લગભગ ૨,૯૫૦ લોકો જોડાયાં હતાં. આ ત્રણ દિવસીય પ્રોગ્રામમાં હેકર્સને ભેગા કરવાનો હેતુ હતો, હજ માટે એકઠા થતા કરોડો નાગરિકોને કોઈ અગવડ ન પડે એવી રીતે ટેક્નોલોજી વિકસાવીને અનુકૂલન સાધવાના નવા ઉપાય પ્રસ્થાપિત કરવા. જેથી હજમાં આવેલા તમામ લોકો માટે આ અનુભવ આરામદાયક અને આનંદપ્રદ બની રહે.

રોયલ કોર્ટના સલાહકાર અને સાઉદી ફેડરેશન ફોર સાયબર સિક્યુરિટી, પ્રોગ્રામિંગ એન્ડ ડ્રોન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ, સાઉદી અબ્દુલ્લાહ અલ-કહતાનીએ જણાવ્યું હતું કે, હજ હેકથોન દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સાઉદી રાજ્યનો પ્રવેશ એ સાઉદી યુવાનોની આકાંક્ષાઓનો પુરાવો આપે છે. તેમની આકાંક્ષા છે કે તેમના દેશને ટેક્નોલોજીના દેશ તરીકે ઓળખવામાં આવે. આ ઇવેન્ટની હાઇલાઇટ સ્પર્ધામાં અનેક ક્ષેત્રો સમાવી લેવાયા હતા. જેમ કે ખોરાક અને જાહેર આરોગ્ય, નાણાકીય ઉકેલ, પરિવહન, ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક કન્ટ્રોલ, પ્રવાસ અને આવાસ તેમજ સંચાર સોલ્યુશન્સ. આ ઇવેન્ટમાં બધા હેકર્સ ભેગા મળીને નવી ટેક્નોલોજીનો સમન્વય સાધ્યો હતો અને ઇવેન્ટમાં નવા નવા હેકર્સ વિશે જાણકારી પણ મેળવી હતી. ૨૦૧૨ પછી આ પહેલી વખત છે કે જ્યાં ૨,૯૫૦ સાયબર નિષ્ણાતોએ ભેગા મળીને રેકોર્ડ બનાવ્યો હોય. જોકે ૨૦૧૨ કરતાં અત્યારે ખુબ મોટી સંખ્યામાં સોફ્ટવેર ડેવલોપર્સ અને કમ્પ્યૂટર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ધુરંધરો એકસાથે જોવા મળ્યા હતા.

સાઉદી ફેડરેશન ફોર સાયબર સિક્યોરિટી, પ્રોગ્રામિંગ અને ડ્રોન્સે ટોચના ત્રણ વિજેતાઓ માટે અલગ-અલગ ઇનામો આપ્યા હતા. સાઉદી અરેબિયામાં હજ હેકથોન ઇવેન્ટે ૨૦૧૨નો રેકોર્ડ તોડયો હતો, જેમાં કુલ ૨,૫૬૭ સહભાગીઓ હતાં. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની નોંધ લેવાઈ છે.