૧૦૦ કરોડનું કોકેઇન ઘુસાડનાર ડ્રગ્સ માફિયાને એનસીબીએ પકડયો  - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ૧૦૦ કરોડનું કોકેઇન ઘુસાડનાર ડ્રગ્સ માફિયાને એનસીબીએ પકડયો 

૧૦૦ કરોડનું કોકેઇન ઘુસાડનાર ડ્રગ્સ માફિયાને એનસીબીએ પકડયો 

 | 1:32 am IST

અમદાવાદ,તા.૮

દેશમાં બેગ્લુરૂ,દિલ્હી,મુબઇ અને ગુજરાતના અમદાવાદ,વડોદરા,સુરતમાં મોટાપાયે કોકોઇન સપ્લાય કરતો ઇન્ટરનેશનલ માસ્ટર માઇન્ડ અને નાઇઝેરિયન સીટીઝન જ્હોન

સોમાડીના ઉ.વ.૪૧ને નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે અમદાવાદે ઝડપીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. એનસીબીએ દેશભરમાં કોકોઇનના સપ્લારોને પકડી પાડવા ઝુંબેશ હાથ ધરી હતી જેના ભાગરૂપે બેગ્લુરૂમાંથી ઝડપાયેલા માસ્ટર માઇન્ડ જ્હોનની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને કસ્ટડી કરી દીધી છે. જ્હોન દેશના મોટા શહેરોમાં કેરિયરો મારફત કોકેઇન સપ્લાય કરતા હતો અને એક વર્ષમાં ૧૦૦ કરોડનુ કોકેઇન તેણે ઘુસાડયુ છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને નાઇઝેરિયન સીટીઝનને કોકેઇન સાથે એનસીબીએ પકડયો હતો ત્યાર બાદ જૂન ૨૦૧૭માં વડોદરા રેલવે સ્ટેશનેથી પણ એક નાઇઝેરિયન પાસેથી ૨૫૫ ગ્રામ એમફેટામાઇન અને ૨૫૫ ગ્રામ કોકેઇન અને ૬૫ ગ્રામ એકસટાસી ટેબલેટ મળીને કુલ ૩.૫ કરોડનુ ડ્રગ્સ પકડાયુ હતુ. ત્યાર બાદ બુધવારે વધુ એક નાઇજિરિયન નાગરિક મામદુબયુઝ નોનસો ઉ.વ.૩૮ મુબઇ રાજધાની ટ્રેનમાં આવી રહ્યો છે તેવી માહિતી મળી હતી જેના આધારે તેના વડોદરા રેલવે સ્ટેશનેથી પકડતા તેની પાસેથી એક બેગમાંથી પિસ્તા કેનની અંદર ટેબલેટ સ્વરૂપમાં છુપાયેલુ હેરોઇન મળી આવ્યુ હતુ. વધુ તપાસ કરતા ચોખાના લોટના પેકેટમાંથી હેરોઇન મળ્યુ હતુ. અંદાજે ૧.૨૧૦ કિલોગ્રામ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત રૂ.૬ કરોડ થવા જાય છે.