100% FDI in telecom sector via automatic route allowed says Union minister
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ટેલિકોમ સેકટરમાં 100% FDIને મંજૂરી: ટેલિકોમ, ઓટો, ડ્રોન ક્ષેત્ર પર સરકાર વરસી

ટેલિકોમ સેકટરમાં 100% FDIને મંજૂરી: ટેલિકોમ, ઓટો, ડ્રોન ક્ષેત્ર પર સરકાર વરસી

 | 7:15 am IST
  • Share

વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં આગળ વધતાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે  ટેલિકોમ, ઓટોમોબાઇલ અને ડ્રોન સેક્ટરને મોટી રાહત અપાઇ હતી. ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરને રાહત આપવા ટેલિકોમ કંપનીઓ પાસે લેણા નીકળતા સ્પેક્ટ્રમના બાકી લેણાની ચુકવણી માટે ચાર વર્ષની રાહત આપી છે. તે ઉપરાંત ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇને પરવાનગી આપી દેવાઇ છે. ઓટોમેટિક રૃટથી આવનારા આ એફડીઆઇ માટે કેન્દ્ર સરકાર કે ભારતીય રિઝર્વ બેન્કની પરવાનગી લેવાની રહેશે નહીં. ટેલિકોમ સેક્ટરમાં અન્ય આઠ જેટલા મહત્ત્વના સુધારામાં એજીઆરનું રેશનલાઇઝેશન અને ભાવિ સ્પેક્ટ્રમની હરાજીઓમાં હાંસલ કરેલા સ્પેક્ટ્રમ માટે સ્પેક્ટ્રમ યૂઝેસ ચાર્જ માફ કરવાના મહત્ત્વના નિર્ણયને મંજૂરી અપાઇ છે. સરકારે ભવિષ્યના સ્પેક્ટ્રમની સમયમર્યાદા ૨૦ વર્ષથી લંબાવીને ૩૦ વર્ષ કરી દીધી છે. જોકે ૧૦ વર્ષ પછી ટેલિકોમ કંપની સ્પેક્ટ્રમ સરેન્ડર કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે ઓટોમોબાઇલ, ઓટો કોમ્પોનન્ટ અને ડ્રોન ઇન્ડસ્ટ્રી માટેની રૃપિયા ૨૬,૦૫૮ કરોડની પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી છે. આ પૈકી રૃપિયા ૨૫,૯૩૮ કરોડ ઓટો સેક્ટરને અને રૃપિયા ૧૨૦ કરોડ ડ્રોન સેક્ટરને ફાળવાશે.   તે ઉપરાંત હવે નવા સીમકાર્ડ માટે ફિઝિકલ કેવાયસીની આવશ્યકતાને રદ કરી દેવાઇ છે.

હવે નવા જોડાણ માટે ફિઝિકલ દસ્તાવેજોને સ્થાને ડિજિટલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. પ્રીપેઇડ-પોસ્ટપેઇડ ટ્રાન્સફર માટે દર વખતે દસ્તાવેજો આપવાના રહેતા હતા તે જોગવાઇ પણ નાબૂદ કરી દેવાઇ છે. હાલ સરકાર પાસે ૩૦૦-૪૦૦ કરોડ ફોર્મ વેરહાઉસોમાં સંગ્રહાયેલા છે. ડિજિટલ ઇન્ડિયામાં પેપર વર્કની કોઇ જરૃર નથી.

1 AGRની વ્યાખ્યા સરળ બનાવાઇ, નોન ટેલિકોમ રેવન્યૂની બાદબાકી કરાઇ

2 ટેલિકોમ કંપનીઓ પાસે બાકી એજીઆર માટે ૪ વર્ષ સુધી રાહત, ૧ ઓક્ટોબરથી પ્રારંભ

3 ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૃટથી ૧૦૦ ટકા હ્લડ્ઢૈંને મંજૂરી

4 સ્પેક્ટ્રમ યૂઝર્સ ર્ચાિજસનું સરળીકરણ, હવે દરોની ર્વાિષક ચક્રવૃદ્ધિ ગણતરી, કંપની સ્પેક્ટ્રમ સરેન્ડર, વિના મૂલ્યે સ્પેક્ટ્રમમાં ભાગીદારી કરી શકશે, સ્પેક્ટ્રમ ઓક્શન કેલેન્ડર તૈયાર કરાશે, છેલ્લા ત્રિમાસિકમાં સ્પેક્ટ્રમની હરાજી કરાશે,

5 મોબાઇલ ફોન કનેક્શન માટેના દ્બરૃઝ્ર ડિજિટલાઇઝડ કરાશે, હાર્ડ કોપી આપવાની રહેશે નહીં, પ્રિપેઇડ-પોસ્ટપેઇડ ફેરબદલ માટે અલગ કેવાયસી આપવાની જરૃર રહેશે નહીં

6 ટાવર ઊભા કરવાની પ્રક્રિયા સરળ બનાવાઇ, હવે કંપની સેલ્ફ એપ્રૂવલના આધારે ટાવર ઊભા કરી શકશે

7 ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે તમામ પોર્ટલને ડીઓટીના પોર્ટલ સાથે સાંકળી લેવાશે

8 વ્યાજ અને પેનલ્ટીની ર્વાિષક ચક્રવૃદ્ધિ ગણતરી રદ કરાઈ

9 સ્પેક્ટ્રમની સમયમર્યાદા ૨૦ વર્ષથી લંબાવીને ૩૦ વર્ષ,  ઓક્શન ફી ૩૦ વર્ષ માટે રહેશે

10 ૧૯૫૩ના કસ્ટમ નોટિફિકેશનમાં સુધારાને મંજૂરી, કંપનીઓ સરળતાથી ઔઇક્વિપમેન્ટની આયાત કરી શકશે

11 ૪ય્ અને ૫ય્ની કોર નેટવર્ક ટેકનોલોજી ભારતમાં જ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરાશે

ટેલિકોમ શેરોમાં રૂમઝૂમ તેજી: ભારતી એરટેલ ૪.૮૦ ટકા ઊછળી રૃ. ૭૨૭.૫૦

ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા સુધીની વિદેશી રોકાણની મંજૂરીને પગલે બુધવારે ટેલિકોમ શેર્સમાં ઉછાળો જોવાયો હતો. બુધવારે ટોચના સુધરેલાં શેર્સમાં ભારતી એરટેલ સામેલ હતો. એરટેલ ૪.૮૦ ટકા અથવા ઔરૃ. ૩૩.૩૦ ઊછળીને રૃ. ૭૨૭.૫૦ બંધ નોંધાયો હતો. જ્યારે આઈડિયાનો શેર ૪.૦૨ ટકા વધીને રૃ. ૯.૦૫ હતો. તાતા ટેલિ ર્સિવસિસ પણ ૪.૯૨ ટકા વધીને રૃ. ૩૭.૩૦ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન