NIFTY 10,164.20 +78.80  |  SENSEX 32,493.95 +221.34  |  USD 64.0075 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ૧૦૦મી ટેસ્ટમાં શ્રીલંકાને પરાજય આપી બાંગ્લાદેશે ઇતિહાસ સર્જ્યો

૧૦૦મી ટેસ્ટમાં શ્રીલંકાને પરાજય આપી બાંગ્લાદેશે ઇતિહાસ સર્જ્યો

 | 7:20 am IST

કોલંબો, તા.૧૯

પોતાની ૧૦૦મી ટેસ્ટ રમતા બાંગ્લાદેશે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ચાર વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશે બે ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાનો ૨૫૯ રને વિજય થયો હતો. આ મેચમાં ૪૯ અને ૮૨ રનની યાદગાર ઇનિંગ્સ રમનાર બાંગ્લાદેશનાં તમિમ ઇકબાલને મેન ઓફ ધ મેચ અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પ્લેયર એફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

ગઇકાલના આઠ વિકેટે ૨૬૮ રનનાં સ્કોરથી શ્રીલંકાએ પોતાનો દાવ આગળ વધાર્યો હતો. દિલરૂવાન પરેરાએ પોતાની ચોથી અર્ધ સદી પૂરી કરી હતી. શ્રીલંકાની ટીમ ૩૧૯ રને ઓલઆઉટ થઇ ગઇ હતી અને આ સાથે જ બાંગ્લાદેશને ૧૯૧ રનનો લક્ષ્ય મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી શાકિબ ચાર અને મુસ્તફિઝુર ત્રણ વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યાં હતાં.

૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી બાંગ્લાદેશે ૨૨ રન સુધીમાં બે વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ બેટિંગમાં આવેલા શબ્બીર રહમાને ઓપનિંગ બેટ્સમેન તમિમ ઇકબાલ સાથે મળીને ૧૦૯ રનની ભાગીદારી નોંધાવી હતી. તમિમ ૮૨, શબ્બીર ૪૧ અને શાકિબ અલ હસન ૧૫ રન બનાવી સ્પિનર દિલરૂવાન પરેરાનાં શિકાર થયા હતાં. શાકિબ જ્યારે આઉટ થયો ત્યારે બાંગ્લાદેશને મેચ જીતવા માટે વધુ ૨૯ રનની જરૂર હતી. કેપ્ટન મુશફીકુર રહિમે પોતાની પ્રથમ ટેસ્ટમેચ રમી રહેલા હોસેન સાથે છઠ્ઠી વિકેટ માટે ૨૭ રન જોડયાં હતાં. હોસેન ૧૩ રન બનાવી સ્પિનર હેરાથનો ત્રીજો શિકાર બન્યો હતો. પરંતુ ત્યારે બાંગ્લાદેશને આ ઐતિહાસિક મેચ જીતવા માટે ફક્ત બે રનની જ જરૂર હતી અને મહેંદી હસને હેરાથની ઓવરમાં બે રન લઇ બાંગ્લાદેશને ચાર વિકેટે મેચ જીતાડી દીધી હતી.