૧૦૦ વર્ષના વૃદ્ધનો સમાધિમાંથી મૃતદેહ બહાર કાઢી PM કરવા આદેશ - Sandesh
NIFTY 10,545.65 -19.65  |  SENSEX 34,370.57 +-56.72  |  USD 66.0150 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ૧૦૦ વર્ષના વૃદ્ધનો સમાધિમાંથી મૃતદેહ બહાર કાઢી PM કરવા આદેશ

૧૦૦ વર્ષના વૃદ્ધનો સમાધિમાંથી મૃતદેહ બહાર કાઢી PM કરવા આદેશ

 | 9:10 am IST

બાબરા તાલુકાના લાલકા ગામે ૧૦૦ વર્ષના વયોવૃધ્ધને સમાધિ આપ્યાને ત્રણ દિવસમાં તેમણે દત્તક લીધેલા પુત્ર તેમજ તેમની પત્ની સાથે આંગળીયાત આવેલા ત્રણ પુત્રો વચ્ચે પોલીસમાં અરજીઓ શરૃ થઈ ગઈ છે.

લાલકા ગામે રહેતા બચુભાઈ ભવાયા ૧૦૦ વર્ષ કરતા પણ વધુની ઉંમરે ગત તા.૧૪ના રોજ મૃત્યુ પામ્યા છે. તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના દત્તકપુત્ર સહિતના પરિવાર તેમની ખેતીની જમીનમાં જ સમાધિ આપી હતી. આ સમાચાર જસદણ પહોંચતા મૃતકની પત્નીના આંગળીયાત પુત્રો પૈકીના મનુ વાઘેાલએ પોલીસમાં અરજી કરી છે કે બચુભાઈએ દત્તક લીધેલા પુત્ર ઘનશ્યામે મૃતકના નામની ૨૦ વિઘા જમીન પર કબ્જો જમાવેલો છે. જે બાબતે પ્રાંત અધિકારી સમક્ષ દાવો ચાલુ છે. મૃતકને તેનો દત્તક પુત્ર માર મારતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે જેથી કંટાળી વૃધ્ધ તેમના આંગળીયાત પુત્રો પાસે જસદણ રહેવા ગયા હતા. જમીન પાછી આપવાના બહાને લાલકા બોલાવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયુ છે જે શંકાસ્પદ છે અને પોસ્ટમોર્ટમ થવું જોઈએ.

87a220170216_173931_16022017_MNK

આ અરજી મળતા પોલીસે લાલકા રહેતા ઘનશ્યામનુ નિવેદન લીધુ હતું જેમાં તેણે જણાવ્યુ છે કે અરજી કરનાર આંગળીયાત પુત્રો છે અને માતાના મૃત્યુ બાદ કોઈ વ્યવહાર નથી ફક્ત જમીનના વિવાદને કારણે ખોટી અરજી કરી છે. અરજીના સમાચાર ગામમાં ફેલાતા ૪૦ જેટલા ગ્રામજનો પોલીસ મથકે ધસી આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યુ હતુ કે બચુભાઈનું મૃત્યુ કુદરતી રીતે થયુ હતું. જેમના શરીરે કોઈ ઈજાના નિશાન નથી. વર્ષો સુધી વૃધ્ધની સુશ્રુષા દત્તકપુત્રના પરીવાર દ્વારા કરાઈ છે અને જમીનનો વારસો પણ તેમને મળ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પત્નીના ત્રણ પુત્રો અને એક દત્તક પુત્ર
બચુભાઈ ભવાયા નિઃસંતાન હતા. તેમણે અગાઉ લગ્ન કર્યા હતા ત્યારે તેમના પત્નીના ત્રણ સંતાન હતા જે આંગળીયાત તરીકે તેમની સાથે આવ્યા હતા. આ ત્રણ પુત્રો પૈકી પોલીસમાં અરજી કરનારનું નામ મનુભાઈ વાઘેલા છે. ચાર વર્ષ પહેલા જ બચુભાઈએ જમીનના દસ્તાવેજો કર્યા હતા જેમાં તેમણે પોતે જાહેર કર્યુ છે કે તેમને કોઈ સંતાન ન હોવાથી તેના નાના ભાઈ શિવરામના પુત્ર ઘનશ્યામને દત્તક લ્યે છે અને તેમની જમીન સહિતનો વારસો ઘનશ્યામના નામે કરી રહ્યા છે. ચાર વર્ષ પહેલા જમીન ઘનશ્યામના નામે થયા બાદ તમામ કાગળો પણ ઘનશ્યામના નામે બોલી રહ્યા છે.

શુ કહે છે પોલીસ
બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામાવતના જણાવ્યા અનુસાર આંગળીયાત પુત્ર મનુની અરજી બાદ પોલીસ લાલકા ગામે દોડી જઈ દત્તક પુત્ર પરીવાર અને ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા છે. મૃતકને ગત તા.૧૪ના રોજ સમાધિ આપવામાં આવી છે. તમામ અરજીઓ, પોલીસ રીપોર્ટ, ગ્રામ્ય નિવેદન અને અરજી કરનાર દ્વારા પીએમ કરાવવાની માગ સંદર્ભે કાગળો બાબરા તાલુકા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમના હૂકમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.