કચ્છ ભાજપમાં ભંગાણ, રાપરના 1000 ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં - Sandesh
NIFTY 10,803.70 -18.15  |  SENSEX 35,622.19 +-67.41  |  USD 68.1500 +0.32
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છ ભાજપમાં ભંગાણ, રાપરના 1000 ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં

કચ્છ ભાજપમાં ભંગાણ, રાપરના 1000 ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં

 | 11:18 pm IST

કચ્છ ભાજપમાં ભંગાણ સર્જાયું છે. કચ્છ રાપરના 1000 વધારે ભાજપનાં કાર્યકરો આજે વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. રાપર બેઠક ભાજપ વર્તમાન ધારસભ્ય પંકજ મહેતાના રીપીટ કરવામાં આવ્યા છે. પંકજ મહેતા ટીકીટ આપવામાં આવતા રાપર ભાજપમાં નારાજગી જોવા મળી છે.

કોંગ્રેસ નેતા મિતુલ મોરબીયાએ કહ્યું હતું કે સોમવારે રાપર બેઠક કોંગ્રેસ ઉમેદવાર સંતોકબેન આરેઠીયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ખાતે આયોજિત કોંગેસ સભામાં 1000 વધારે કાર્યકરો આજે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.

આ મામલે કચ્છ ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કચ્છના ભાજપના મીડિયા પ્રવકતા ધનશ્યામ ઠક્કરે આ વાતને માત્ર કોંગ્રેસ ખોટો ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ તમામ જોડાયેલ કાર્યકરો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી.