અમદાવાદમાં કડક ટ્રાફિક પાલનની અમલવારીના પહેલાં દિવસે જ ઈશ્યૂ કરાયા 1000 ઈ મેમો - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કડક ટ્રાફિક પાલનની અમલવારીના પહેલાં દિવસે જ ઈશ્યૂ કરાયા 1000 ઈ મેમો

અમદાવાદમાં કડક ટ્રાફિક પાલનની અમલવારીના પહેલાં દિવસે જ ઈશ્યૂ કરાયા 1000 ઈ મેમો

 | 6:48 pm IST

ગુજરાતભરમાં ઈ મેમોની પ્રથા શરૂ થવાના પહેલાં દિવસથી ઈ મેમો ઈશ્યૂ કરવાની શરૂઆત થઈ ગઈ છે. ખાલી અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં પહેલાં ગિવસે જ 1000 જેૉલા ઈ મેમો ઈશ્યૂ કરાયા છે. જો કે શહેરમાં કુલ કેમેરા પૈકી 1360 કેમેરા કન્ટ્રોલ સાથે કનેક્ટ થયા નથી. તેને બહું ઝડપથી કન્ટોલ સાથે કનેક્ટ કરી દેવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં પોલીસ અમદાવાદમાં 80 જંકશનો પર લાગેલા 225 સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહી છે. તમામ કેમેરા કન્ટ્રોલ સાથે કનેક્ટ થઈ જતાં ઈ મેમો ઈશ્યૂ કરવામાં રોકેટ ગતિએ વધારો થશે તે નિશ્રિત છે.

ગુજરાતના શહેરોમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. ત્રણેક મહિના બંધ રહ્યા બાદ ફરી શરૂ થયેલા ઈ-મેમોના અમલના પહેલા જ દિવસે અમદાવાદીઓ ટ્રાફિક સિગ્નલને ફોલો કરતાં જોવા મળ્યા હતા. જે લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હતા, તે પણ હેલ્મેટની ખરીદી માટે લાઈનો લગાવતા જોવા મળ્યા હતા. હેલ્મેટની દુકાનો પર મોડી રાત સુધી ગરદી જોવા મળી રહી છે. પોલીસની ગેરહાજરીમાં સિગ્નલ ફોલો ન કરતાં અમદાવાદીઓ, હાલમાં સિગ્નલને ફોલો કરતાં જોવા મળી રહ્યાં છે. જો કે પોલીસ દ્વારા આ વખતે પૂરતી ચોકસાઈ સાથે ઈ મેમો ઈશ્યૂ કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

ગત વખતે ઈ-મેમો ઈશ્યૂ કરવામાં અનેક ગફલતો થઈ હોવાનું સામે આવ્યા બાદ આ વખતે બે વાર ચકાસણી કર્યાં બાદ જ મેમો મોકલવામાં આવશે. ટ્રાફિક વિભાગ આરટીઓ સાથે ગુનો કરનારા વાહન માલિકના નામ અને સરનામાંને વેરિફાય કર્યા બાદ જ ઈ-મેમો મોકલવામાં આવશે. લોકોને આરટીઓમાં પોતાના વાહનની માલિકીની વિગતો અપટેડ કરાવવા પણ અપીલ કરવામાં આવી હતી.

ઈ-મેમો ફરી શરૂ થતાં રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવાતા દંડનું પ્રમાણ પણ ઘટશે. અગાઉ તો અમદાવાદમાં પોલીસે મેમો ફાડવાનું સદંતર બંધ જ કરી દીધું હતું. જોકે ઈ-મેમો બંધ થયા તેના થોડા દિવસ પહેલાં જ પોલીસે ફરી દંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. હવે શહેરની 64 ટ્રાફિક બીટ ચોકીના ઈન્ચાર્જ, પીઆઈ કે પીએસઆઈને જ દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.

અમદાવાદ ટ્રાફિક એસીપી અને ટ્રાફિક વિભાગના નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર 1360 જેટલાં સીસીટીવી કેમેરા ઝડપથી કન્ટ્રોલ સાથે જોડી દેવામાં આવશે. માત્ર અમદાવાદમાં જ પહેલા દિવસે એક હજાર જેટલા ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જોકે જાન્યુઆરીમાં અમદાવાદમાં દરરોજ 2000 ઈ મેમો ઈશ્યૂ કરાતા હતા.પણ આ વખતે પૂરતી ચોકસાઈને ઈ મેમો મોકલવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ ઈ-મેમો મોકલવામાં કોઈ ભૂલ ન થાય તેના પર ખાસ ધ્યાન આપી રહી છે.