1000 HD મૂવી તો 1 જ સેકન્ડમાં ડાઉનલોડ થાય એવી ઇન્ટરનેટની સ્પીડ ઓસી.માં નોંધાઈ - Sandesh
  • Home
  • Technology
  • 1000 HD મૂવી તો 1 જ સેકન્ડમાં ડાઉનલોડ થાય એવી ઇન્ટરનેટની સ્પીડ ઓસી.માં નોંધાઈ

1000 HD મૂવી તો 1 જ સેકન્ડમાં ડાઉનલોડ થાય એવી ઇન્ટરનેટની સ્પીડ ઓસી.માં નોંધાઈ

 | 1:08 am IST

બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડનો વિશ્વ વિક્રમ ઓસ્ટ્રેલિયામાં રચાયો છે. વિજ્ઞાનીઓએ મેળવેલી એ વિક્રમસર્જક ઇન્ટરનેટ સ્પીડ એટલી તો ઝડપી છે કે એક સેકન્ડમાં તો એક બે નહીં ૧૦૦૦ એચડી મૂવી ડાઉનલોડ થઈ જાય ! મોનાશ, સ્વિનબર્ન અને આરએમઆઇટી યુનિવર્સિટીઓની ટીમે સેકન્ડે ૪૪.૨ ટેરાબિટ્સની ઝડપ મેળવી હતી. આટલી ઇન્ટરનેટ સ્પીડ વિશ્વમાં પહેલી વખત મળી છે !

એક ટેરાબિટમાં ૧૦ લાખ મેગાબિટ્સ હોય છે

ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે બ્રોડબેન્ડની સરેરાશ સ્પીડ સેકન્ડ લગભગ ૧૧ મેગાબિટસની છે, તેની સામે આ સ્પીડ અધધ… કહી શકાય એટલી બધી વધુ છે. સરખામણી કરવી હોય તો એક ટેરાબિટમાં ૧૦ લાખ મેગાબિટ્સ હોય છે, તેથી ૪૪.૨ ટેરાબિટ્સ એટલે ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ સેકન્ડે ૧૧ મેગાબિટ્સ છે, તેના કરતાં ૪૦ લાખ ઘણી ઝડપી ગણાય.

વધતી માગથી ઇન્ટરનેટના માળખાને અપગ્રેડ કરવાની જરૂર  

આ અભ્યાસના સહ લેખક ડો. બિલ કોરકોરાન કહે છે કે, અભ્યાસના તારણ દર્શાવે છે કે, નેટફ્લિક્સથી માંડીને સેલ્ફ્ ડ્રાઇવિંગ કાર સુધીની તમામ સુવિધા માટે ઇન્ટરનેટ જોડાણની વધતી જતી માંગને સંતોષવા માટે ઇન્ટરનેટના હાલના માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે.ડો. કોરકોરાન કહે છે કે, આપણા ઇન્ટરનેટ જોડાણની ક્ષમતાને પાર કરવાની આપણને જરૂર હોવાનું ઇન્ટરનેટની વધતી માગ દર્શાવે છે.

હાલમાં ઉપયોગમાં લેવાતા હાર્ડવેર કરતાં નાનું, પણ ક્ષમતા ધરખમ  

આ અભ્યાસમાં વિજ્ઞાનીઓએ માઇક્રોકોમ્બ તરીકે ઓળખાતા ૮૦ લેસર સાથેના એક ઉપકરણને સ્થાને નવું ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો, જે હાલમાં ઉપયોગમાં લેવાતા ટેલિકોમ્યુનિકેશન્સ હાર્ડવેર કરતાં નાનું અને વજનમાં હલકું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ નવું ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું.

ભવિષ્યની જરૂરિયાતો માટે પણ ક્ષમતા વધારી શકાશે  

કોકોરાને વધુમાં જણાવ્યું કે, આ ટેક્નોલોજી એવી છે કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં પડે, તે હાલમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફિટ થઈ શકે એવી છે. અમે એવી ટેક્નોલોજી વિકસાવી છે, જે ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે ક્ષમતા વધારી શકાય એવી છે. અહીં વાત ફ્ક્ત નેટફ્લિક્સની નથી, આપણા કમ્યુનિકેશન નેટવર્કની વાત કરીએ છીએ.

માઇક્રોકોમ્બથી ઇન્ટરનેટના અનેક ઉપયોગો । આ ડેટો ઉપયોગ ભવિષ્યના પરિવહન ગણાતી સેલ્ફ્ ડ્રાઇવિંગ કાર માટે પણ કરી શકાશે અને તે મેડિસિન, શિક્ષણ, આર્થિક બાબતો અને ઇ- કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે કિલોમીટરો દૂર રહેતા પ્રૌત્રો સાથે વાંચન કરવા માટે પણ એ ઉપયોગી સાબિત થશે.

વિશ્વભરના અબજો યૂઝરોને સપોર્ટની ક્ષમતાનો દાવો

આધુનિક બ્રોડબેન્ડ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી સિંગલ ઓપ્ટિકલ ચિપ દ્વારા પેદા થતાં દરેક ડેટા સામે વધુ પ્રમાણમાં ડેટા મળ્યા છે. આ ટેક્નોલોજીની ક્ષમતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના ૧૮ લાખ ઘરોને હાઇસ્પીડ ઇન્ટરનેટ જોડાણને સપોર્ટ કરવાની છે, એ સાથે જ પીક પિરિયડ દરમિયાન વિશ્વભરના અબજોને સપોર્ટ કરવાની ક્ષમતા હોવાનો લેખકે દાવો  કર્યો છે.

વધારાનો ખર્ચ વિના જ અપગ્રેડ કરી શકાશે હાલનું ઇન્ફ્રાસ્ટ્રકચર  

હવેની મહત્ત્વાકાંક્ષા એવી છે કે કદ, વજન અને ખર્ચ વધાર્યા વિના હાલના ટ્રાન્સમીટરને દર સેકન્ડે સેંકડો ગીગાબાઇટ્સથી વધારીને દર સેકન્ડે ટેરાબાઇટસ પર પહોંચડાવાની છે. લાંબા ગાળે અમે ઇન્ટિગ્રેટેડ ફેટોનિક ચિપ્સ રચવા માગીએ છીએ, જે ઓછામાં ઓછા ખર્ચે હાલના ઓપ્ટિકલ ફાઇબરમાં જે ડેટા રેટ છે, જેને વધારી શકવામાં મદદ કરશે.

કઈ રીતે થયો પ્રયોગ ?

  • ઓપ્ટિમાઇઝિંગ કમ્યુનિકેશન સિસ્ટમ ઉપર ઓપ્ટિકલ માઇક્રો કોમ્બની અસર જાણવા માટે સંશોધકોએ આરએમઆઇટીના મેલબોર્ન શહેરના કેમ્પસ અને મોનાશ યુનિવર્સિટીના ક્લેટોન કેમ્પસ વચ્ચે ૪૮ માઇલનો ડાર્ક ઓપ્ટિકલ ફાઇબર નાંખ્યો હતો.
  • આ ફાઇબર વચ્ચે સંશોધકોએ બ્રોડ ઇન્ટરનેશનલ કોલાબ્રેશનના ભાગરૂપે સ્વિનબર્ન યુનિવર્સિટી દ્વારા અપાયેલા માઇક્રો કોમ્બ લગાવ્યું હતું. આ માઇક્રો કોમ્બે સિંગલ ચિપમાંથી સેંકડો હાઇ ક્વોલિટી ઇન્ફ્રારેડ લેસર્સનું મેઘધનુષ્ય રચ્યું હતું. દરેક લેસર એક અલગ કમ્યુનિકેશન ચેનલ તરીકે ઉપયોગમાં લેવાય એવી ક્ષમતા ધરાવે છે. આરએમઆઇટીના અરનાન મત્ચેલ કહે છે કે, ડેટા સ્પીડ ૪૪.૨ ટેરાબિટ્સ મળે એ જ વર્તમાન ઓસ્ટ્રેલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન