102 નોટ આઉટના 'બડુમ્બા' ગીત માટે હેપ્પી સ્ટ્રીટ ક્રિએટ કરાઈ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • 102 નોટ આઉટના ‘બડુમ્બા’ ગીત માટે હેપ્પી સ્ટ્રીટ ક્રિએટ કરાઈ

102 નોટ આઉટના ‘બડુમ્બા’ ગીત માટે હેપ્પી સ્ટ્રીટ ક્રિએટ કરાઈ

 | 4:17 pm IST

બોલિવુડના એવરગ્રીન સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમની શાનદાર એક્ટિંગ માટે તો પ્રખ્યાત છે, પણ તેઓ પોતાની ફિલ્મોમાં કંઈ નવો પ્રયોગ કરવામાં પણ પાછળ નથી રહેતા આ વાતને તેમની અપકમિંગ ફિલ્મ ”102 નોટ આઉટ”ના ”બડુમ્બા…” ગીતે ફરીથી સાબિત કરી દીધી છે.

બડુમ્બા ગીતમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે, આ ગીત માટે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરે જ અવાજ આપ્યો છે. આ ગીતનું શુટિંગ મુંબઈની ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું છે. આ એક પ્રમોશનલ ગીત છે, જેને ફિલ્મવવા પૂરા ત્રણ દિવસ લાગ્યા હતા. આ ગીત યૂથફૂલ અને કલરફૂલ છે. જેના માટે ફિલ્મ મેકર ઉમેશ શુક્લાએ લાઈવલી સેટ બનાવવાનો નિર્ણય લીધો હતો.

આ બાબતે ઉમેશ શુક્લાએ કહ્યું કે, અમે બડુમ્બા ગીત માટે લાઈવલી વાતાવરણ ઉભુ કરવા માંગતા હતા. આ ગીત ફિલ્મની સ્પીરીટ અને તેના પાત્રોને રિફલેક્ટ કરે છે. હું ઈચ્છતો હતો કે, આ ગીત માટે યૂથફુલ અને વાઈબ્રન્ટ માહોલ ક્રિએટ કરવામાં આવે.