'102 નોટ આઉટ' ટીઝર રિલીઝ , ફરીથી બિગ બી અને ઋૃષિ કપૂરની કેમેસ્ટ્રી મળશે જોવા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘102 નોટ આઉટ’ ટીઝર રિલીઝ , ફરીથી બિગ બી અને ઋૃષિ કપૂરની કેમેસ્ટ્રી મળશે જોવા

‘102 નોટ આઉટ’ ટીઝર રિલીઝ , ફરીથી બિગ બી અને ઋૃષિ કપૂરની કેમેસ્ટ્રી મળશે જોવા

 | 2:33 pm IST

બોલિવૂડ ફિલ્મોનાં દિગ્ગજ અભિનેતાની વાત કરીએ તો મહાનાયક અમિતાભ બચ્ચન અને રોમેન્ટીક હીરોનાં નામથી ઓળખાતા અભિનેતા ઋૃષિ કપૂર લગભગ 27 વર્ષ પછી એકવાર ફરીથી મુખ્ય ભૂમિકા કરતા જોવા મળશે. બંને અભિનેતાએ છેલ્લે 1919માં આવેલી ફિલ્મ ‘અજૂબા’ માં મુખ્ય અભિનય કરતો જોવા મળ્યા હતા. ફિલ્મ ‘102 નોટ આઉટ’ માં બંને એક સાથે કંઈક અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મનું ડીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ઋૃષિ કપૂર અને બિગ બી ઓલ્ડેઝ હોમની કહાને કોમેડીનાં અંદાજમાં લઈને આવી રહ્યા છે.

પોતાની દરેક ફિલ્મોમાં નવા લુકથી ઓળખાતા અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં બહુ અલગ દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ઋૃષિ કપૂર પર એક વૃધ્ધ વ્યક્તિનો રોલ કરી રહ્યા છે. જો કે, આ પહેલાં પણ તેમણે કપૂર એન્ડ સન્સ માં વૃધ્ધની ભૂમિકા નિભાવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ નાં ડિરેક્ટર ઉમેશ શુક્લાએ આ ફિલ્મને બનાવી છે.

ટીઝરમાં અમિતાભ બચ્ચન અને ઋૃષિ કપૂર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં પિતા અને દીકરા વચ્ચેનાં સંબંધને બતાવામાં આવ્યો છે. ફિલ્મના લેખક સૌમ્ય જોષી છે. તેમજ આ ફિલ્મ 2 મે 2018માં રિલીઝ થશે.