108 Employees Returning Gold Jewelry worth 1.20 lakh to the Injured Family in the Accident
  • Home
  • Gujarat
  • શાબાશ 108: અકસ્માતમાં ઘાયલ પરિવારને 1.20 લાખના સોનાના દાગીના પરત કર્યા

શાબાશ 108: અકસ્માતમાં ઘાયલ પરિવારને 1.20 લાખના સોનાના દાગીના પરત કર્યા

 | 7:27 pm IST

દેવભૂમિ દ્વારકામાં ગાડી પુલ પરથી ખાબકતા 8 લોકો ઘાયલ થયા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ખંભાળીયાના લીંબડી નજીક પુલપરથી કાર ખાબકી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી નજીક આ બનાવ બન્યો છે. ખંભાળીયા દ્વારકા હાઇવે પર લીંબડી નજીક ઈકો ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો.

જેથી ગાડી પુલ પરથી નીચે ખાબકતા 8 જેટલા લોકોને નાની મોટી ઈજા થઇ છે. જેમાં 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ત્યાર બાદ વધુ સારવાર અર્થે જામનગર રીફર કરવામાં આવ્યા છે.

108ની ટીમ લીમડી ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તના સોનાના દાગીના ઇએમટી સાગર અને પાયલોટ પ્રકાશ ચોપડાએ પરિવારને પરત કર્યા છે.

દાગીનામાં સોનાના ચાર તોલાના દાગીના હતા. જેની રકમ 1.20 લાખથી વધુ થાય છે. દ્વારકા જિલ્લાના લીમડી અને ખંભાળિયાની 108 ટીમ દ્વારા આજના સમયમાં પણ ઈમાનદારી દાખવી દાગીના પરત કર્યા છે. જે ખૂબ જ ગર્વની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.