108 staff members Successfully women Delivery
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 108ની ટીમે જંગલમાં કરાવી પ્રસુતિ, કારણ જાણી રહેશો દંગ

108ની ટીમે જંગલમાં કરાવી પ્રસુતિ, કારણ જાણી રહેશો દંગ

 | 2:14 pm IST

જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે છેવાડાના માનવી સુધી મેડીકલની સારવાર પહોચાડી 108ની ટીમ દ્વારા જંગલ વિસ્તારમાં પ્રસુતિ કરાવવામાં આવી છે.

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના ડીડોરી ગામના જંગલ વિસ્તારમાં રહેતા ખેત મજુરી કરતા સુશીલાબેન શુભાસભાઈ સારમેરને બપોરે પ્રસુતિની પીડા શરુ થઇ હતી. આ અંગેની જાણ 108ની ટીમ ને કરવામાં આવી હતી.પરંતુ જંગલ વિસ્તારમાં એમ્બુલન્સ પહોચી શકે તેવી કોઈ જ વ્યવસ્થા ન હતી. ઉપરાંત ધોધમાર વરસાદ શરૂ હતો.

ત્યારે રસ્તો પણ ખુબ જ ખરાબ હાલતમાં હોવાથી 108ની ટીમના લોકોએ દોઢ કિલોમીટર ચાલી આ મહિલા પાસે પહોચ્યાં હતા અને તેમનું રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યાં 108માં જ તેમની સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી. આ મહિલાએ બે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે.તેને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.