10th september 2018 : news 03 Top Headlines
  • Home
  • Featured
  • [email protected] 03 PM: ભારત બંધમાં ગુજરાત અને દેશની શું છે સ્થિતિ સહિતના અહેવાલો એક ક્લિકે

[email protected] 03 PM: ભારત બંધમાં ગુજરાત અને દેશની શું છે સ્થિતિ સહિતના અહેવાલો એક ક્લિકે

 | 2:56 pm IST

દેશભરમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે ગુજરાતમાં પણ તેનો મિક્ષપ્રતિસાદ મળી રહ્યો છે. તો બિહારમાં બંધના કારણે સર્જાયેલા ટ્રાફિકમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. રૂ.43નું પેટ્રોલ રૂ.88માં સરકારની કમાણી આ રીતે કાપે છે તમારૂ ખિસ્સું. આ શખ્સ છે ચીનના ભગવાનનો ઉત્તરાધિકારી, પોતાના હોટ અંદાજથી આ અભિનેત્રી ટોપ હીરોઇનોને આપી રહી છે ટક્કર સહિતના સુધીના અગત્યના સમાચારો જુઓ એક ક્લિક પર…

વધુ વાંચવા ક્લિક કરો-1 : કોંગ્રેસનું ભારત બંધ: જાણો ગુજરાતમાં બંધને લઈ ક્યા કેવો પ્રતિસાદ મળ્યો

દિન-પ્રતિદિન કુદકે ને ભૂસ્કે વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : જામનગર: પતિને નોનવેજ ન આપતા પત્નીનું નાક છરીથી વાઢ્યું

નિકાવામાં પ્રૌઢ પતિએ પત્નિ ઉપર શંકા-કુશંકાઓ કરીને ગઈકાલે સાંજે જમવા બાબતે પત્નિ સાથે ઝગડો કરીને છરીથી પત્નીનું નાક કાપીને ફરાર થઈ ગયો હતો. આ બનાવથી નિકાવામાં સારી એવી ચકચાર જાગી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3  : ભારત બંધ : ટ્રાફિક જામમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મોત, BJPએ કોંગ્રેસનો ઉધડો લીધો

બિહારના જહાનાબાદમાં ભારત બંધના કારણે ભિષણ ટ્રાફિક જામ સર્જાયો છે. જ એમાં બિમાર એવી 2 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી પરંતુ રસ્તામાં સર્જાયેલો ટ્રાફિક દૂર ન થતા માસૂમ બાળકીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-4 : રૂ.43નું પેટ્રોલ રૂ.88માં સરકારની કમાણી આ રીતે કાપે છે તમારૂ ખિસ્સું

પેટ્રોલ અને ડિઝલની કિંમતો આસમાનને આંબવા લાગી છે. સોમવારે મુંબઇમાં એક લીટર પેટ્રોલનો ભાવ 88 પર પહોંચ્યો હતો. આવી જ હાલત ડિઝલમાં પણ છે. દિલ્હીમાં ડિઝલની કિંમત 80.73 પૈસા પ્રતિ લીટર પહોંચ્યુ છે.

વધુ વાંચવા ક્લિક કરો-5 : ગુજરાતી બેસ ‘મિત્રો’ ફિલ્મમાં દર્શન રાવલનું વધુ એક સોંગ આજે થશે રિલીઝ

જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની અપકમિંગ ફિલ્મ ‘મિત્રો’ 14 સપ્ટેમ્બર 2018નાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં ગુજરાતીઓની પારંપરિક છાપ કરતા કંઇક અલગ અને નવું જોવા મળશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં થયું છે. આ એક હિન્દી ફિલ્મ ગુજરાતી બેસ છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : આ શખ્સ છે ચીનના ભગવાનનો ઉત્તરાધિકારી, સંભાળશે ALIBABAની કમાન

ચીનના ભગવાન અને લાખો ગરીબોના મસીહા અલીબાબાના સ્થાપક જૈક માએ તેમનો ઉત્તરાધિકારી શોધી લીધો છે. તેમની જગ્યાએ કંપનીના સીઇઓ પદે ડેનિયલ જાંગ લેશે.

વધુ વાંચવા ક્લિક કરો-7 : પોતાના હોટ અંદાજથી આ અભિનેત્રી ટોપ હીરોઇનોને આપી રહી છે ટક્કર, જુઓ Pics

ટીવીની મોસ્ટ ફેવરિટ અભિનેત્રી જેનિફર વિંગટને ખાસ કરીને વિલનની ભૂમિકા ભજવતા જોઇ શકાય છે. પરંતુ તેના દમદાર પાત્ર સિવાય પણ જેનિફર હંમેશા ચર્ચામાં રહે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8 :  OMG: મહિલાની જીભ પર અચાનક જ ઉગવા લાગ્યા વાળ, અને પછી…

મોટાભાગે દવાઓની સાઇડ ઇફેકટના લીધે ડૉકટર અને મેડિકલ સાયન્સની સામે પડકારો ઉભા થતા હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં આવ્યો છે જેને લઇ ડૉકટર હેરાન-પરેશાન થઇ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : કેલિફોર્નિયાના કપલ માટે પ્રથમ કિસ બની જીવનદાન, જાણો કેવી રીતે

પ્રેમી જોડા વચ્ચે પ્રથમ કિસ હંમેશા યાદગાર હોય છે. પરંતુ કેલિફોર્નિયાના એક કપલ માટે તો પ્રથમ કિસ જીવ બચાવનાર યાદગાર કિસ બની ગઇ.

વધુ વાંચવા ક્લિક કરો-10 :Jio GigaFiberને ટક્કર આપવા BSNL લાવ્યું 4 નવા પ્લાન મળશે આ સુવિધાઓ

Reliance Jioની બ્રોડબેન્ડ સેવા Jio GigaFiberનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચુક્યુ છે. આ સેવાથી માનવામાં આવી રહ્યુ છે કે FTTH માર્કેટમાં ધૂમ મચાવશે. Jioને ટક્કર આપવા બીજી કંપનીઓએ પણ કમર કસી છે.

વધુ વાંચવા ક્લિક કરો-11 : માત્ર એક મહીનામાં 10 કિલો વજન ઘટી શકે છે, ટ્રાય કરો આ ડ્રિંક

વધતુ વજન એક એવી સમસ્યા છે. જેનાથી નાનાથી લઇને મોટા દરેક લોકો પરેશાન છે. ચટપટું, તળેલુ ખાવાનું અને કસરત ના કરવાના કારણે વજન વધવા લાગે છે. વધતા વજનથી સૌથી વધારે અસર પેટ પર જોવા મળે છે.