10th september 2018 : news-06-top-headlines
  • Home
  • Featured
  • [email protected] 06 PM: પેટ્રોલ-ડિઝલ મામલે દેશભરમાં ધમાસાણ સહિતના અહેવાલો એક ક્લિકે

[email protected] 06 PM: પેટ્રોલ-ડિઝલ મામલે દેશભરમાં ધમાસાણ સહિતના અહેવાલો એક ક્લિકે

 | 5:48 pm IST

પેટ્રોલ-ડીઝલને લઈને દેશભરમાં ભારે ધમાલ મચી છે. કેન્દ્ર સરકાર વિપક્ષ પર આરોપો લગાવી રહી છે તો વિપક્ષ સરકાર પર. ગુજરાતમાં 12 કિલો ચરસ-ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા. PNB કૌભાંડમાં નીરવ મોદીની બહેન ફરતે ભીંસાતો ગાળિયો સહિતના સુધીના અગત્યના સમાચારો જુઓ એક ક્લિક પર…

વધુ વાંચવા ક્લિક કરો-1 : 12 કિલો ચરસ-ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા, શાળા-કોલેજમાં વેચાણ કરતા

નાર્કોટીક્સ બ્યુરો દ્વારા 12 કિલો ચરસ સાથે 4ને ઝડપ્યા છે. બાવળા હાઈવે અને રાજકોટમાંથી ચરસ ઝડપાયું છે. જેમાં રાજકોટમાંથી બે અને અમદાવાદમાંથી ચરસ સાથે બે ઝડપાયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાના કારણો ગણાવ્યા

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે જેને ભાજપે નિષ્ફળ ગણાવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-3 : ભારત બંધ વચ્ચે દેશના આ ભાગમાં પેટ્રોલ અધધ 90 રૂપિયે પહોંચ્યું

દેશભરમાં વિરોધ પક્ષોએ ભલે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને ભારત બંધનું એલાન કર્યું હોય, પરંતુ મોંઘવારી પર તેની અસર જોવા મળતી નથી. બંધ વચ્ચે પણ આજે ઈંધણ તેલની કિંમતોમાં વધારો તો યથાવત જ રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : PNB કૌભાંડમાં નીરવ મોદીની બહેન ફરતે ભીંસાતો ગાળિયો, લેવાયા આક્રમક પગલાં

પંજાબ નેશનલ બેંક સાથેના 13,500 કરોડ રૂપિયાના ગોટાળા કેસમાં ભાગેડુ એવા હીરાના વ્યાપારી નીરવ મોદીની બહેનની મુશ્કેલીઓ વધી છે. ઈંટરપોલે પૂર્વી દીપક મોદી વિરૂદ્ધ રોડ કોર્નર નોટિસ બહાર પાડી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5 : ડૉલર સામે રૂપિયો ફરી ગગડતા સેન્સેક્સમાં 468 પોઈન્ટનો કડાકો

મુંબઇ શેરબજાર સેન્સેક્સમાં સોમવારે 468 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 38,000 પોઈન્ટ નીચે આવ્યો હતો. રૂપિયો રેકોર્ડ સ્તરે નીચે આવ્યો છે જેનાથી શેરમાર્કેટને અસર થઈ છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : હોલીવુડે બનાવી મુંબઈ હુમલા પર ફિલ્મ પણ જાણી જોઈને કરી આ ગંભીર ભૂલ

દેશની આર્થીક રાજધાની ગણાતા મુંબઈ પર 26 નવેમ્બરે 2008માં હુમલાને દેશ ક્યારેય ભૂલી નહી શકે. આ હુમલાને ભારતમાં અંજામ પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ આપ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-7 : સોપારી ખાનારા લોકો ચેતી જજો, થઇ શકે છે આ ગંભીર બીમારી

ભારતના લોકો ખાણી-પીણીના ખૂબ શોખીન હોય છે. લન્ચ કે ડિનર બાદ લોકો મુખવાસ ખાવાનું પસંદ કરે છે. લગ્ન પ્રસંગમાં પણ ભોજન બાદ મુખવાસ રાખવામાં આવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8  : આ મામલે કેપ્ટન વિરાટ કોહલીને સાલી રહી છે મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ

વિરાટ કોહલીએ ભલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રનનો ઢગલો કરી દીધો હોય, પરંતુ એક મામલામાં તેને બિલકુલ ઝીરો બતાવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : મોટોરોલાનો Moto G6 Plus સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ચીનની કંપની Lenovoની માલીકીની કંપની Motorolaએ સોમવારે ભારતમાં મધ્યમ રેન્જવાળો સ્માર્ટફોન Moto G6 Plus રજુ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 22,499 છે.

વધુ વાંચવા ક્લિક કરો-10 : The Nun ફિલ્મને જોરદાર પ્રતિસાદ તો 100 કરોડની કમાણી પર પહોંચી ફિલ્મ ‘સ્ત્રી’

હવે ભારતમાં હોલીવુડની ફિલ્મો સારી કમાણી કરે છે. થોડા કેટલાક સમયમાં ફિલ્મોનું કલેક્શન આ વાત સાબીત કરે છે. ભારતીય દર્શકો હોલીવુડની ફિલ્મોને ખુબજ પસંદ કરે છે.