NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જમ્મુ-શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,16ના મોત video

જમ્મુ-શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,16ના મોત video

 | 3:03 pm IST

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને લઈને જઈ રહેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ થઈ છે. બસ ખાઈમાં પડી જતા 16 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. 19 ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે 8 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. આ અકસ્માત બનિહાલ પાસે રામબનમાં જમ્મુ અને કાશ્મીર હાઈવે પર થયો છે.  આ અકસ્માતગ્રસ્ત બસમાં કેટલા લોકો સવાર હતા અને હાલ શું સ્થિતિ છે તે સ્પષ્ટ થયું નથી. બસ જમ્મુથી પહેલગામ જઈ રહી હતી. સેના અને રામબન પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ અગાઉ સોમવારે રાજ્યના અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ ભરેલી બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં 8 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં.

જે બસ પર આતંકી હુમલો થયો હતો તે ગુજરાતની બસ હતી. મોટા ભાગના યાત્રાળુઓ ગુજરાતના હતાં. ડ્રાઈવર સલીમની હોશિયારીના કારણે મોટી ખુવારી થતા બચી ગઈ. હુમલો થવા છતાં ડ્રાઈવરે સતત બસ ચલાવવાની ચાલુ રાખી હતી. જેના કારણે આતંકીઓના મનસૂબા સાકાર થઈ શક્યા નહતાં.

જમ્મુ અને કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલા મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તૌસિફ અહેમદ નામનો આ વ્યક્તિ સત્તાધારી પીડીપી પાર્ટીના વિધાયક એજાજ અહેમદ મીરનો ડ્રાઈવર હતો. તૌસિફ પુલવામાંનો રહીશ છે. પોલીસના જણાવ્યાં મુજબ તેના ઉપર આતંકીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે જેના પગલે તેની પૂછપરછ કરવામાં આવી છે.

;