11 dead as passenger train hits freight train in Pakistan
  • Home
  • Featured
  • પાકિસ્તાનમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડી અને પેસેન્જર ટ્રેન ધડાકાભેર અથડાઈ, 11નાં મોત

પાકિસ્તાનમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડી અને પેસેન્જર ટ્રેન ધડાકાભેર અથડાઈ, 11નાં મોત

 | 3:25 pm IST

પાકિસ્તાનમાં રેલ દુર્ઘટના થતાં 11 લોકોનાં મોત અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના પૂર્વ પંજાબ વિસ્તારમાં જતઈ રહેલી એક પેસેન્જર ટ્રેને ગુરુવારે એક માલગાડીને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર બાદ 11 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, અને 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, મૃતકોનાં આંકડામાં વધારો થઈ શકે છે.

સ્થાનીય ખબર પ્રમાણે, આ ટ્રેન દુર્ઘટના પંજાબના સાદિકાબાદ તાલુકાના વલ્હર રેલ્વે સ્ટેશન પર થયો હતો. અહીં ક્વેટા જતી અકબર એક્સપ્રેસને રેલ્વે સ્ટેશન પર ઉભેલી માલગાડીને ટક્કર મારી દીધી હતી. માલગાડી રેલ્વે લાઈન પર ઉભી હતી, તે સમયે પૂર ઝડપે આવતી પેસેન્જર ટ્રેન મુખ્ય લાઈન પર જવાને બદલે ખોટો ટ્રેક પસંદ કરી લેતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન અને રેલ્વે મંત્રીએ આ દુર્ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. સાથે જ દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપી દીધા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, અમારી પ્રાથમિકતા ટ્રેનમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાની છે, અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન